Cricket: ભારત-પાકિસ્તાન વચ્ચે સિરીઝની અટકળો વચ્ચે બંને દેશની આ ક્રિકેટ ટીમો આમને સામને ટકરાશે, જાણો

|

Mar 31, 2021 | 2:35 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) આ બંને દેશો વચ્ચે રમાનારી ક્રિકેટને લઇને પૂરા વિશ્વના ક્રિકેટ ચાહકો તેને નિહાળવા માટે રાહ જોતા રહેતા હોય છે. જોકે બંને દેશો વચ્ચે માત્ર ચોક્કસ ટુર્નામેન્ટોમાં જ આમનો સામનો થતો રહેતો હોય છે.

Cricket: ભારત-પાકિસ્તાન વચ્ચે સિરીઝની અટકળો વચ્ચે બંને દેશની આ ક્રિકેટ ટીમો આમને સામને ટકરાશે, જાણો
India Pakistan

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) આ બંને દેશો વચ્ચે રમાનારી ક્રિકેટને લઇને પૂરા વિશ્વના ક્રિકેટ ચાહકો તેને નિહાળવા માટે રાહ જોતા રહેતા હોય છે. જોકે બંને દેશો વચ્ચે માત્ર ચોક્કસ ટુર્નામેન્ટોમાં જ આમનો સામનો થતો રહેતો હોય છે. જેમાં ખાસ કરીને વિશ્વકપ અને ICC ની મોટી ટૂર્નામેન્ટો તેમજ એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં બંને દેશ વચ્ચે મેચ રમાતી હોય છે. જોકે આ સિવાય પણ બંને દેશો વચ્ચે ક્રિકેટ રમનારી છે. જોકે તે મેચ નેત્રહિન ક્રિકેટરો (Blind Cricketer’s) સામે રમાનારી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી મહિને ઢાકા (Dhaka) માં ત્રણ દેશોની T20 સિરીઝ રમાનારી છે. જેમા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

પાકિસ્તાન નેત્રહિન ક્રિકેટ પરિષદ (Pakistan Blind Cricket Council) એ મંગળવારે કહ્યુ હતુ કે, પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ બીજી એપ્રિલથી ઢાકામાં શરુ થનારી ત્રણ દેશોની ટુર્નામેન્ટમાં હિસ્સો લેશે. એક અધિકારીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન અને ભારત નેત્રહિન ક્રિકેટ ટીમ ચાર એપ્રિલએ ટુર્નામેન્ટમાં એક બીજા સામે ટકરાશે. PBCC ના અધિકારીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન ટીમના ખેલાડીઓ અને અધિકારીઓનો કોરોના વાયરસને લઇને પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ નેગેટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ઉપરાંત બાંગ્લાદેશ અને ભારતીય ટીમે પણ કોવિડ-19 પરિક્ષણ કરાવ્યુ હતુ, જેમાં તમામ સભ્યો નેગેટિવ હોવાની જાણકારી સામે આવી છે. પાકિસ્તાનની નેત્રહિન ટીમ આજે બુધવારે લાહોરથી રવાના થઇ રહી છે. સિરીઝની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે બીજી એપ્રિલએ રમાનારી છે. ત્રીજી એપ્રિલે પાકિસ્તાનનો સામનો બાંગ્લાદેશ સામે અને ચાર એપ્રિલે ભારત સામે થશે. તેના બાદ પાકિસ્તાન છઠ્ઠી એપ્રિલે ફરીથી બાંગ્લાદેશ અને સાત એપ્રિલએ ભારત સામે ટકરાશે. આઠમી એપ્રિલએ ફાઇનલમાં સર્વશ્રેષ્ઠ બે ટીમ એક બીજા સામે ટકરાશે.

Next Article