Cricket: હાર્દિક પંડ્યાને લઈને આકાશ ચોપડાએ કહ્યું હવે લાંબા સમય સુધી ટેસ્ટ ટીમથી દુર રહેવુ પડશે

|

May 08, 2021 | 11:27 PM

BCCIએ શુક્રવારે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) અને ઈંગ્લેંડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે ટીમનું એલાન કર્યુ હતુ. જેમાં ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)નું નામ સામેલ કરવામાં આવ્યુ નથી.

Cricket: હાર્દિક પંડ્યાને લઈને આકાશ ચોપડાએ કહ્યું હવે લાંબા સમય સુધી ટેસ્ટ ટીમથી દુર રહેવુ પડશે
Akash Chopra-Hardik Pandya

Follow us on

BCCIએ શુક્રવારે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) અને ઈંગ્લેંડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે ટીમનું એલાન કર્યુ હતુ. જેમાં ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)નું નામ સામેલ કરવામાં આવ્યુ નથી. ભારતને પહેલા ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં રમવાની છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. હાર્દિક પંડ્યા બોલીંગ કરવામાં હજુ સમસ્યા અનુભવી રહ્યો છે. આઈપીએલ 2021માં તેણે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) માટે પણ બોલીંગ કરી નહોતી. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour)ની ટીમમાં સામેલ નહીં કરવાને લઈને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપડા (Akash Chopra)એ કહ્યું છે કે, તે હવે લાંબો સમય સુધી ટેસ્ટ ટીમનો હિસ્સો નહીં બની શકે.

 

 

કોમેન્ટેટર ચોપડાએ કહ્યું હતુ કે, તે હવે ટેસ્ટ ટીમમાં ફરીથી ત્યારે જ સામેલ થઈ શકે છે જ્યારે તે પસંદગીકારોને ભરોસો અપાવી શકે કે તે સારી રીતે બોલીંગ કરી શકે છે. પોતાની પીઠની ઈજા બાદથી હાર્દિક પંડ્યા પોતાના વર્ક લોડ મેનેજ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સાથે જ તે પોતાની ફુલ ફિટનેસથી દુર છે, જેનાથી તે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સ્પેલ કરી શકે.

 

 

ચોપડાએ કહ્યું હતુ કે, જો તે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટીમ માટે પસંદ કરવામાં નથી આવ્યો, ત્યાં સુધી તો ઠીક છે. પરંતુ તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે પણ પસંદ નથી થયો મતલબ, હવે હાર્દિક પંડ્યા લાંબો સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં નજરે નહી આવી શકે.

 

અમને લાગી રહ્યું હતુ કે તેને ટીમમાં સ્થાન મળશે. એ પણ નિશ્વત છે કે, જો ઈંગ્લેંડ, સાઉથ આફ્રિકા કે ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ ક્રિકેટ રમો છો તો આપને હાર્દિક જેવા બોલરની જરુર પડે છે. જોકે હાલમાં તેની બોલીંગને લઈને જ સમસ્યા છે. હાર્દિકે અત્યાર સુધીમાં ભારત માટે 11 ટેસ્ટ મેચ રમી છે. તેણે અંતિમ ટેસ્ટ ઈંગ્લેંડ સામે 2018માં રમી હતી.

 

આ પણ વાંચો: BCCI: અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની ઈંગ્લેન્ડ જવાની વાતે આઈપીએલના આયોજનને લઈને અટકળો શરુ

Next Article