Corona: કોરાનાની કપરી સ્થિતીમાં આ ગુજરાતી ક્રિકેટર દિલ્હીના લોકોને મદદ કરવા આગળ આવ્યો, આમ કરશે સહાય

|

May 05, 2021 | 9:27 PM

કોરોના કાળમાં હાલમાં અનેક લોકો સારવાર થી લઇને જમવા જેવી બાબતોને લઇને મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. દિલ્હીમાં પણ વિકટ સ્થિતી સર્જાઇ છે.

Corona: કોરાનાની કપરી સ્થિતીમાં આ ગુજરાતી ક્રિકેટર દિલ્હીના લોકોને મદદ કરવા આગળ આવ્યો, આમ કરશે સહાય
Irfan Pathan-Yusuf Pathan

Follow us on

ભારત ના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan) પણ થોડાક અઠવાડીયા અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. હાલમાં તેઓ એકદમ સ્વસ્થ થઇ ચુક્યા છે અને કોરોના કાળમાં મદદ માટે આગળ આવ્યા છે. કોરોના કાળમાં હાલમાં અનેક લોકો સારવાર થી લઇને જમવા જેવી બાબતોને લઇને મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. દિલ્હીમાં પણ વિકટ સ્થિતી સર્જાઇ છે અને જેને લઇને ઇરફાન પઠાણ હવે દિલ્હીમાં લોકોને મદદ કરવા માટે આગળ વધ્યા છે. આ અંગે તેમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

ઇરફાન પઠાણે કહ્યુ છે કે , દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આવામાં જરુરીયાત મંદ લોકોને મદદ કરવી એ આપણી ફરજ છે. જેના થી પ્રેરિત થઇને ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ દક્ષિણ દિલ્હીમાં જરુરીયાતમંદ લોકોને મફત ભોજન ઉપલબ્ધ કરાવશે.

ભારત માટે 29 ટેસ્ટ અને 120 વન ડે મેચ રમી ચુકેલા ઇરફાન પઠાણ ગત માર્ચ માસમાં કોરોના સંક્રમિત થયા હતા. તેમના મોટા ભાઇ યુસુફ પઠાણ (Yusuf Pathan) પણ કોરોના સંક્રમિત જણાઇ આવ્યા હતા. યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ બંનેએ પાછળના વર્ષે પણ કોરોના દરમ્યાન લોકોને માસ્ક વિતરણ કર્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ બંને ખેલાડીની ઉપસ્થિતી દરમ્યાન ઇન્ડીયા લીજેન્ડ એ બે મહિના અગાઉ, પહેલી માર્ચે રોડ સેફ્ટ વર્લ્ડ સિરીઝ ની ફાઇનલ મેચમાં શ્રીલંકા લીજેન્ડને 14 રન થી હરાવ્યુ હતુ. આ સાથે જ ટાઇટલ પણ ઇન્ડીયા લીજેન્ડ એ પોતાના નામે કરી લીધુ હતુ. બંને ભાઇઓએ ફાઇનલ મેચ દરમ્યાન શાનદાર પ્રદર્શન કરતા ટીમને જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુસુફ પઠાણે 36 બોલમાં 62 રન એ દરમ્યાન ફટકાર્યા હતા. તેમજ ચાર ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઇરફાને પણ ચાર ઓવરમાં 29 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

Next Article