Corona: કોરોના વાયરસ અત્યાર સુધી ક્રિકેટ સહિતના 11 ભારતીય ખેલાડીઓને ભરખી ગયો

|

May 09, 2021 | 8:13 PM

કોરોના વાયરસ (Corona virus) ની અસર હવે ભારતીય ખેલાડી (Indian players) ઓ પર પણ પડવા લાગી છે. દેશ અને વિદેશ ના અનેક ખેલાડીઓ કોરોના સંક્રમણને લઇને પોતાનો જીવ ગુમાવી બેઠા છે.

Corona: કોરોના વાયરસ અત્યાર સુધી ક્રિકેટ સહિતના 11 ભારતીય ખેલાડીઓને ભરખી ગયો
Chetan-Chauhan

Follow us on

કોરોના વાયરસ (Corona virus) ની અસર હવે ભારતીય ખેલાડી (Indian players) ઓ પર પણ પડવા લાગી છે. દેશ અને વિદેશ ના અનેક ખેલાડીઓ કોરોના સંક્રમણને લઇને પોતાનો જીવ ગુમાવી બેઠા છે. ભારતના કેટલાક મોટા ખેલાડીઓ કોરોના વાયરસને લઇને પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જેમાં ક્રિકેટ, હોકી, ફુટબોલ સહિત અલગ અલગ રમતોના 11 ખેલાડીઓ કોરોનાનો ભોગ બન્યા છે.

8 મે ના રોજ ભારતીય હોકી ટીમના બે પૂર્વ ખેલાડીઓ રવિંદર પાલ સિંહ અને એમકે કૌશિકે પણ કોરોના સામે લડાઇ લડ્યા બાદ જીવ ગુમાવ્યો હતો. ભારત ના ખેલ જગતના ગૌરવ ગણાતા ખેલાડીઓને કોરોના ભરખી ગયો છે.

વિવેક યાદવ
રાજસ્થાન ના પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી જીતવા વાળી ટીમ ના સદસ્ય રહી ચુકેલા વિવેક યાદવ કોરોના વાયરસની સમસ્યાને લઇને 6 મે એ અંતિમ શ્વાસ લીધા હતા. યાદવની કેન્સરને લઇને પણ સારવાર ચાલી રહી હતી. તે કિમોથેરપી માટે હોસ્પીટલ પહોંચ્યા હતા, જ્યાં તેઓ કોરોના સંક્રમિત જણાયા હતા. તેના બાદ તેમની તબિયત ખૂબ લથડવા લાગી હતી. યાદવ એ 18 પ્રથમ શ્રેણીની મેચમાં 57 વિકેટ મેળવી હતી. તેમણે 2010માં-11 ની રણજી ટ્રોફી ફાઇનલ મેચ રમી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ચેતન ચૌહાણ
ભારતનો પૂર્વ ક્રિકેટર અને રાજનેતા ચેતન ચૌહાણ ઓગષ્ટ 2020માં કોરના સંક્રમિત થતા અવસાન પામ્યા હતા. કોરોના સંક્રમિત થતા તેમને સારવાર દરમ્યાન કિડની ફેઇલ થવા બાદ અવસાન થયુ હતુ. ચેતન ચૌહાણ ટીમ ઇન્ડીયા માટે 1969 થી 1978 વચ્ચે 40 ટેસ્ટ મેચ રમ્યો હતો. જેમાં તેણે 31.54 ની સરેરાશ થી 2084 રન બનાવ્યા હતા. તેમનો શ્રેષ્ઠ સ્કોર 97 રન હતો. ચૌહાણે 7 વન ડે મેચ રમી 153 રન બનાવ્યા હતા.

કિશન રુંગટા
બીસીસીઆઇ ના પૂર્વ પસંદગીકાર અને રાજસ્થાન ના પૂર્વ કેપ્ટન કિશન રુંગટા એ 2 મે ના રોજ જયપુર ની હોસ્પીટલમાં કોરોના ની સારવાર બાદ અવસાન પામ્યા હતા. તે 88 વર્ષના હતા. તેઓ 1998માં પસંદગીકાર રહ્યા હતા. તેમણે 1953 થી 1970 ની વચ્ચે 59 પ્રથમ શ્રેણી ની મેચ રમી હતી. તેમણે 2717 રન કર્યા હતા.

અહમદ હુસૈન
1956 ના મેલબોર્ન ઓલંપિક રમતોમાં ચોથા સ્થાન પર રહેવા વાળા ભારતીય ફુટબોલ ટીમના સભ્ય હતા. અહમદ હુસૈન નુ ગત એપ્રિલમાં 85 વર્ષની વયે કોરોના સંક્રમણની સારવાર બાદ અવસાન થયુ હતુ. તે મહંમ્મડન સ્પોર્ટીંગ ક્લબના કેપ્ટન પણ રહ્યા હતા. બાદમાં તે કોચ અને રેફરી ના રુપે પણ સક્રિય હતા.

નિખિલ નંદી
ભારત ના પૂર્વ ફુટબોલર નિખિલ ડિસેમ્બર 2020 માં કોરોનાને લઇ અવસાન પામ્યા હતા. તેઓ 1956 માં મેલબોર્ન ઓલંપિક્સમાં ચોથા નંબર રહેલી ભારતીય ટીમનો હિસ્સો હતા. નંદી હાફ બેક ના રુપમાં રમતા હતા.

રમેશ ટીકારામ
ભારત ના પૂર્વ પેરા એથલીટ બેડમિન્ટન ખેલાડી રમેશ ટીકારામ નુ 2020 ના જૂલાઇ માસમાં કોરોના સંક્રમણને લઇને અવસાન થયુ હતુ. તેઓ બે સપ્તાહ સુધી બેંગ્લોરની હોસ્પીટલમાં એડમીટ હતા. તેઓ 51 વર્ષીય હતા અને તેઓએ અર્જૂન એવોર્ડ મેળવી ચુક્યા હતા. તેઓએ બેડમિન્ટન ઉપરાંત જેવેલિન અને શોટ પુટ થ્રોમાં પણ ભાગ લિધો હતો.

વિલિયમ ડિસોઝા
મહારાષ્ટ્રની પૂર્વ હોકી ખેલાડી વિલિયમ ડિસોઝા ગત માર્ચ માસમાં અવસાન પામ્યા હતા. તેઓ પૂણેમાં રહેતા હતા અને તેઓ 53 વર્ષની વય ધરાવતા હતા. તેઓ ગોલકીપર તરીકે રમતમાં હિસ્સો લેતા હતા.

જોન રોઝારિયા અલ્ફાંસો
મહારાષ્ટ્ર ના પૂર્વ ફુટબોલર જોન રોઝારિયો અલ્ફાંસો નુ ગત અપ્રિલ માસમાં નિધન થયુ હતુ. તેઓ 71 વર્ષીય હતા. ગોવામાં જન્મેલા જોન સ્ટ્રાઇકરના રુપમાં રમત રમતા હતા. તેઓ મહારાષ્ટ્ર માટે 1974, 1975 અને 1979માં સંતોષ ટ્રોફીમાં રમ્યા હતા.

ઇ હમઝા કોયા
કોરોના વાયરસને લઇને હમઝાએ જૂન 2020માં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મહારાષ્ટ્ર માટે 1981 થી 1986 સુધી સંતોષ ટ્રોફી માં રમ્યા હતા. નહેરુ ટ્રોફીમાં નેશનલ ટીમનો હિસ્સો પણ હતા. આ ઉપરાંત હમસાકોયા મોહન બાગાન, રેલ્વે અને ટાટા સ્પોર્ટસ માટે પણ તેઓ રમી ચુક્યા છે.

Next Article