Corona: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલો ટીમ ઇન્ડીયાનો ખેલાડી આજે કોરોના સંક્રમિત જણાયો

|

May 08, 2021 | 3:18 PM

આઇપીએલ ફેન્ચાઇજી કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ જણાયો છે. ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર અને KKR નો હિસ્સો એવા પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે.

Corona: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલો ટીમ ઇન્ડીયાનો ખેલાડી આજે કોરોના સંક્રમિત જણાયો
Virat-Hardik-Prasiddh

Follow us on

આઇપીએલ ફેન્ચાઇજી કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ જણાયો છે. ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર અને KKR નો હિસ્સો એવા પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જ કલકત્તા ની ટીમમાં તે ચોથો ખેલાડી છે કે કોરોના સંક્રમિક થયો હોય. તેના પહેલા ટિમ સિફર્ટ (Tim Seifert) પણ કોરોના સંક્રમિત થતા તે સ્વદેશ પરત ફરી શક્યો નહોતો

બતાવી દઇએ કે પ્રસિદ્ધ કૃષ્ણા ને એક દિવસ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ અને ઇંગ્લેંડ સામે ની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જોકે તેને સ્ટેન્ડબાય બોલર તરીકે ટીમમાં સમાવવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા ઉપરાંત સિલેક્ટરોએ અભિમન્યુ ઇશ્વરન, આવેશ ખાન અને અર્જન નગવાસવાલા ને પણ સ્ટેન્ડબાય ખેલાડીઓ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ઇંગ્લેંડ ના પ્રવાસ માટે વિરાટ કોહલીની આગેવાની ધરાવતી ટીમ ઇન્ડીયા આગામી જૂન માસની 18 મી થી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમશે. ઇંગ્લેંડ રવાના થવાના અગાઉ ભારતીય ટીમ આઠ દિવસ સુધી બાયોબબલમાં રહેશે. જેની શરુઆત 25 મે થી કરવામાં આવશે. ખેલાડીઓને ભારત થી ઇંગ્લેંડ ખાસ વિમાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ ઇંગ્લેંડના સાઉથમ્પટનમાં રમાનાર છે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ચાર ઓગષ્ટ થી નોટીંઘમમાં શરુ થશે. બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 થી 16 ઓગષ્ટ એ લોર્ડસ, ત્રીજી મેચ 25 થી 29 ઓગષ્ટે લીડ્ઝ, ચોથો 2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે ઓવર અને પાંચમી મેચ 10 થી 14 સપ્ટેમ્બરે માંચેસ્ટરમાં રમવામાં આવશે.

Next Article