Corona: સચિન તેંડુલકરને લઈને આવ્યા સારા સમાચાર, કોરોનાથી સ્વસ્થ થતાં સપ્તાહ બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા

|

Apr 08, 2021 | 7:07 PM

સચિન તેંડુલકર (Sachin Tendulkar) કોરોના સંક્રમિત થયા હતા. તેઓને શરુઆતમાં હોમ ક્વોરન્ટાઈન રખાયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હવે સચિનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે.

Corona: સચિન તેંડુલકરને લઈને આવ્યા સારા સમાચાર, કોરોનાથી સ્વસ્થ થતાં સપ્તાહ બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા
Sachin Tendulkar

Follow us on

સચિન તેંડુલકર (Sachin Tendulkar) કોરોના સંક્રમિત થયા હતા. તેઓને શરુઆતમાં હોમ ક્વોરન્ટાઈન રખાયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હવે સચિનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. સચિન તેંડુલકર કોરોનાને હરાવીને પરત ઘરે ફર્યા છે. સચિન તેંડુલકર ગત 27 માર્ચે કોરોના વાઈરસથી સંક્રમિત બન્યા હતા. તેના બાદ 2જી એપ્રિલે તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જ્યાં તેમને તબીબોએ સારવાર હાથ ધરી હતી. હવે સચિન તેંડુલકર લગભગ એક સપ્તાહના લાંબા સમયગાળા બાદ સચિન તેંડુલકર હવે સ્વસ્થ થઈ ચુક્યા છે. હોસ્પિટલથી રજા અપાયા બાદ સચિન ઘરે પહોંચતા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

 

જોકે સચિન હજુ પણ કેટલાક દિવસ ઘરમાં જ આઈસોલેશન હેઠળ ગુજારશે. સચિન તેંડુલકર રાયપુર ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા બાદ ઘરે પરત ફર્યા બાદ તેઓને લક્ષણો જણાયા હતા. તેમનો ટેસ્ટ પોઝિટીવ જણાતા તેઓને ઘરે જ સારવાર હાથ ધરવામાં આવી હતી અને બાદમાં તેઓને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમના બાદ યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ તેમજ એસ બદ્રીનાથ પણ કોરોના પોઝિટીવ જણાયા હતા. તેઓ પણ તેમની સાથે ટીમમાં સચિન સાથે ટુર્નામેન્ટમાં રમ્યા હતા.

 

આ પણ વાંચો: Ahmedabad : કોરોનાની સ્થિતિ વકરતા ખાનગી હોસ્પિટલોને AMCનો આદેશ, કોરોના દર્દીઓ માટે ફરજિયાત 50 ટકા બેડ ખાલી રાખો

Next Article