Corona: કોરોના સામેની લડાઇમાં અનુષ્કા-વિરાટ કોહલી સહાય માટે ફંડ એકઠુ કરશે,બંને એ 2 કરોડ દાન કર્યા

|

May 07, 2021 | 4:34 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ ફંડ રેજીંગ પ્રોજેક્ટને 2 કરોડ રુપિયા દાન આપ્યુ છે. જે દેશમાં કોરોના મહામારી સામેની લડાઇ માટે 7 કરોડ રુપિયા એકઠા કરશે.

Corona: કોરોના સામેની લડાઇમાં અનુષ્કા-વિરાટ કોહલી સહાય માટે ફંડ એકઠુ કરશે,બંને એ 2 કરોડ દાન કર્યા
Anushka-Virat Kohli

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ ફંડ રેજીંગ પ્રોજેક્ટને 2 કરોડ રુપિયા દાન આપ્યુ છે. જે દેશમાં કોરોના મહામારી સામેની લડાઇ માટે 7 કરોડ રુપિયા એકઠા કરશે. બંને ક્રાઉડ ફંડીંગ પ્લેટફોર્મ કેટો દ્દારા ફંડ એકઠુ કરી રહ્યા છે. એક પ્રેસ રિલીઝ દ્રારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે, ભારતમાં કોરોના રાહત માટે વિરાટ કોહલી અને બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્મા 7 કરોડ રુપિયા એકઠા કરવા માટે લક્ષ્ય રાખ્યુ છે.

ક્રાઉડ ફંડીગ પ્લેટ ફોર્મ કેટો પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ‘ઇન ધીસ ટુગેધર’ કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેના માટે તેઓએ 2 કરોડ રુપિયા દાન કર્યા છે. આ કેમ્પેઇન સાત દિવસ સુધી ચાલનારુ છે. જેના દ્રારા એકઠી થનારી રકમ વડે કોરોના મહામારી માટે ઓક્સીજન, મેડિકલ મેન પાવર, રસીકરણની જાગૃતી અને ટેલી મેડિસીન ફેસેલિટી માટે ઉપયોગમાં લેવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોહલીએ કહ્યુ હતુ કેસ અમે પોતાના દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સંકટ ની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છીએ. આપણે સૌએ એક થઇને વધારેમાં વધારે લોકોને બચાવવાની જરુર છે. અનુષ્કા અને હુ પાછળના વર્ષે થી માનવ પીડા જોઇને સ્તબ્ધ છીએ. તેણે કહ્યુ કે તે અને તેની પત્નિ બંને કોરોના સામે પોતાની લડાઇમાં વધુમા વધુ લોકોને જોડવા માટે પ્રયાસ કર્યો છે.

કોહલી એ કહ્યુ હતુ કે, અમે આ મહામારી દરમ્યાન લોકોને શક્ય એટલી મદદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. હવે ભારત આપણું સમર્થન પહેલા કરતા વધારે ઇચ્છે છે. તેમણે આ વાતને એક નિવેદનમાં કહી હતી, જે તેણે સોશિયલ મિડીયા હેન્ડલ પર શેર કરી છે.

આગળ પણ વાત કરતા કોહલીએ કહ્યુ હતુ કે, અમે ફંડ રેઝર ને એ વિશ્વાસ સાથે શરુ કરી રહ્યા છીએ કે, અમે લોકોની જરુરિયાતોને પુરી કરવા સક્ષમ હોઇશુ. અમને ભરોસો છે કે, સંકટમાં સાથી દેશવાસીઓની મદદ માટે લોકો આગળ આવશે. આપણે આમાં બધા એક સાથે છીએ અને આપણે તેને મળીને લડીશુ.

અનુષ્કાએ કહ્યુ હતુ કે, લોકોને પિડામાં જોવાએ ખૂબ જ દર્દનાક છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ને અસર પહોંચી છે. વિરાટ અને મને મોટા પ્રમાણમાં લોકોને પીડા માંથી પસાર થવાને લઇને ખૂબ જ દુખ થઇ રહ્યુ છે. આને જોતા અમને આશા છે કે, આ ફંડ વાયરસ સામે અમારી લડાઇમાં મદદ કરશે.

Next Article