રહાણે અને વિરાટની તુલનાને લઇને સચિને કહ્યું, ભૂલશો નહી કે બંને ભારતીય છે

|

Jan 01, 2021 | 12:51 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે વર્ષ 2020માં ઓન ફીલ્ડ કંઇક ખાસ નથી રહ્યુ. વિતેલા વર્ષ દરમ્યાન વિરાટના બેટથી ત્રણેય ફોર્મેટ મળીને એક પણ આંતરરાષ્ટ્રીય શતક નથી લગાવી શક્યો. ટીમ ઇન્ડીયાએ તેની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડ ( New Zealand)ની ટેસ્ટ સીરીઝ ગુમાવી હતી. તો વળી ઓસ્ટ્રેલીયામાં એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં પણ […]

રહાણે અને વિરાટની તુલનાને લઇને સચિને કહ્યું, ભૂલશો નહી કે બંને ભારતીય છે
Rahane and Virat

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે વર્ષ 2020માં ઓન ફીલ્ડ કંઇક ખાસ નથી રહ્યુ. વિતેલા વર્ષ દરમ્યાન વિરાટના બેટથી ત્રણેય ફોર્મેટ મળીને એક પણ આંતરરાષ્ટ્રીય શતક નથી લગાવી શક્યો. ટીમ ઇન્ડીયાએ તેની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડ ( New Zealand)ની ટેસ્ટ સીરીઝ ગુમાવી હતી. તો વળી ઓસ્ટ્રેલીયામાં એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં પણ 8 વિકેટે શરમજનક હાર મેળવી હતી. એડીલેડમાં બીજી પારીમાં ટીમ ઇન્ડીયા માત્ર 36 જ રન બનાવી શકી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમનો સૌથી નીચો સ્કોર છે. ત્યાર બાદ કોહલી પેટરનીટી લીવ (Paternity Leave) પર ભારત પરત ફર્યો છે.

અજીંક્ય રહાણેની કેપ્ટનશીપમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર જબરદસ્ત વાપસી કરીને મેચ 8 વિકેટે જીતી હતી. આમ સીરીઝને 1-1 થી બરાબર કરી છે. આમ મર્યાદીત ઓવરમાં કોહલી અને રોહિત શર્માની તુલના કેપ્ટનશીપ બાબતે થઇ રહી છે. તો ટેસ્ટમાં રહાણે સાથે થવા લાગી છે. આ બાબતે હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પોતાની વાતને રજૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આજસુધીમાં એક પણ IPL ટાઇટલ જીતી શકી નથી. જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડીયન્સ (MI) પાંચ વાર IPL ટાઇટલ જીતી શકી છે. આમ વારંવાર આ અંગે ની ચર્ચાઓ જાગતી રહે છે. રોહિતને મર્યાદિત ઓવરોનો કેપ્ટન બનાવવા માટે ની માંગ પણ થતી રહે છે. હવે મેલબોર્ન ટેસ્ટ બાદ પણ આવી જ ચર્ચા વિરાટ અને રહાણેને લઇને થવા લાગી છે. ચર્ચાઓ થવા લાગી છે કે રહાણેને ટેસ્ટ ટીમની આગેવાની સોંપી દેવી જોઇએ.

આ દરમ્ચાન દિગ્ગજ સચિન તેંદુલકરે PTI સાથેની વાતચિત માં આ અંગે પોતાની વાતને રજૂ કરી છે. જેમાં તેમણે કહ્યુ કે, લોકોએ વિરાટ ની સાથે તુલનામાં નહી પડવુ જોઇએ. અજીંક્યનુ એક અલગ વ્યક્તિત્વ છે. તેનુ ઇન્ટેટ અગ્રેસિવ છે. હું લોકોને યાદ અપાવવા માંગીશ કે બંને ભારતીય છે અને ભારત માટે રમે છે. તો કોઇ પણ ને ભારતથી ઉપર નહી રાખવા જોઇએ. ટીમ અને દેશ હર કોઇ થી ઉપર છે.

Published On - 12:47 pm, Fri, 1 January 21

Next Article