જીત બાદ રડી પડી સિંધુ, 8 વર્ષ સુધી સહેલુ દર્દ આંસુ દ્વારા વહ્યું

|

Aug 08, 2022 | 3:47 PM

પીવી સિંધુએ બેડમિન્ટન મહિલા સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચમાં કેનેડાની મિશેલ લીને હરાવી હતી. સિંધુએ પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જીત બાદ રડી પડી સિંધુ, 8 વર્ષ સુધી સહેલુ દર્દ આંસુ દ્વારા વહ્યું
pv sindhu

Follow us on

પીવી સિંધુએ (P V Sindhu) ભારતના સ્ટાર શટલર પાસેથી જે અપેક્ષા હતી તે મુજબ જ રમતમાં પ્રદર્શન કર્યું. પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Common wealth Games 2022) શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો. ફાઈનલ મેચમાં સિંધુએ કેનેડાની મિશેલ લીને સીધી ગેમમાં 21-15, 21-13થી હાર આપી હતી. આ જીત બાદ પીવી સિંધુ ભાવુક થઈ ગઈ હતી. વિજય મળતા જ તેણે પોતાનો ચહેરો હાથ વડે છુપાવી લીધો. તે મેદાનમાં જ રડવા લાગી અને પછી અચાનક તે ઉભી થઈ અને તેના કોચને ગળે લગાવ્યા. પીવી સિંધુના આ ઉત્સાહમાં એ દર્દ છતું થતુ દેખાયુ જે છેલ્લા 8 વર્ષથી તે સહન કરતી આવી હતી.

પીવી સિંધુએ અંતે ગોલ્ડ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે પીવી સિંધુ માટે આ જીત ખૂબ જ ખાસ છે. કારણ કે તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. પીવી સિંધુ વર્ષ 2014 અને 2018માં ગોલ્ડ જીતવાનું ચૂકી ગઈ હતી. તેણે 2014માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 2018માં સાનિયાએ તેને ગોલ્ડ મેડલ મેચમાં હરાવી હતી. પરંતુ તેની ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પીવી સિંધુએ મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે

પીવી સિંધુને ભારતની મહાન શટલર કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આ ખેલાડીએ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. તેના નામે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 5 મેડલ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ છે. તેણે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો છે. આ સાથે હવે તેણે કોમનવેલ્થમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પી. વી. સિંધુની આ જીતને વધાવી લઈને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ, સિંઘુને ચેમ્પિયનોના ચેમ્પિયન ગણાવીને ભવિષ્યની પણ રમતોમાં આવો ઉતકૃષ્ઠ દેખાવ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Article