IND vs AUS, LIVE Streaming, CWG: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ જંગ, જાણો ક્યા જોઇ શકશો મેચ?

|

Aug 07, 2022 | 9:07 AM

ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે તે પહેલા રમાયેલી પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યજમાન ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

IND vs AUS, LIVE Streaming, CWG: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ જંગ, જાણો ક્યા જોઇ શકશો મેચ?
IND vs AUS, Live Streaming (PC: Twitter)

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માં મહિલા ક્રિકેટની ફાઈનલ કઈ બે ટીમો વચ્ચે રમાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં પ્રથમ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. હવે 10 દિવસ પછી બંને ટીમો આજે ફાઇનલમાં ગોલ્ડ માટે ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે તે પહેલા રમાયેલી પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યજમાન ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ની પ્રથમ મેચમાં જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાયુ હતું ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે યોજાનારી ગોલ્ડ મેડલ મેચમાં તેની પાસે સૂદ સાથે તે હારનો બદલો લેવાની તક છે. અત્યાર સુધી રમાયેલી 24 T20i મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 6માં જ જીત મેળવી છે. પરંતુ જો ભારતે ચેમ્પિયન બનવું હોય તો આ ઈતિહાસના પાના ફેરવવા પડશે. આવા જ ઈરાદા સાથે આજે હરમનપ્રીત એન્ડ કંપની મેદાનમાં ઉતરશે.

IND vs AUS, Cricket Final: ક્યારે, ક્યાં અને કઇ રીતે જોશો મેચ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ ક્યારે રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ રવિવાર, 7 ઓગસ્ટના રોજ રમાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ રાત્રે 9.30 વાગ્યાથી રમાશે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ ગોલ્ડ મેડલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv પર થશે.

Next Article