CWG 2022: કોરોનાનો કહેર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વધુ એક ખેલાડી થઈ કોરોના સંક્રમિત

|

Jul 26, 2022 | 7:22 PM

જો કે ચેપગ્રસ્ત મળી આવેલા બંને ખેલાડીઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે બંને ક્રિકેટર CWG 2022માં ભારતની પ્રથમ મેચમાં પ્રવેશ કરી શકશે નહીં. મહિલા ક્રિકેટને પ્રથમ વખત CWGમાં સામેલ કરવામાં આવ્યું છે.

CWG 2022: કોરોનાનો કહેર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વધુ એક ખેલાડી થઈ કોરોના સંક્રમિત
Indian Women Cricket Team

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022ની (CWG 2022) શરૂઆત પહેલા જ ભારતીય મહિલા ક્રિકેટ (Cricket) ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો અન્ય એક સભ્ય કોરોના વાયરસના ચેપને કારણે બર્મિંગહામ માટે રવાના થઈ શક્યો નથી. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયામાં કોરોનાનો આ બીજો કેસ છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં એક ખેલાડીને ચેપ લાગ્યો હોવાની માહિતી આપી હતી. ભારતીય ટીમ રવિવારે 24 જુલાઈના રોજ બેંગલુરૂથી બર્મિંગહામ જવા રવાના થઈ હતી.

ઓસ્ટ્રેલિયા સામે તક નહીં મળે

જો કે ચેપગ્રસ્ત મળી આવેલા બંને ખેલાડીઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે બંને ક્રિકેટર CWG 2022માં ભારતની પ્રથમ મેચમાં પ્રવેશ કરી શકશે નહીં. મહિલા ક્રિકેટને પ્રથમ વખત CWGમાં સામેલ કરવામાં આવ્યું છે, જેની સાથે ક્રિકેટ 24 વર્ષ પછી આ રમતોમાં પરત ફર્યું છે. આ T20 ફોર્મેટમાં રમાશે અને ગ્રુપ Bમાં ભારતનો મુકાબલો વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે 29 જુલાઈએ પ્રથમ મેચમાં થવાનો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

BCCI અને IOAએ શું કહ્યું?

આ અંગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના એક અધિકારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું કે, બીજી ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તે પ્રસ્થાન પહેલા થયું હતું. બંને ખેલાડીઓ ભારતમાં રોકાયા છે. ભારતીય બોર્ડ તરફથી આ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, નિયમો અનુસાર, જો નેગેટીવ આવે તો જ બંને ખેલાડીઓ ટીમમાં જોડાઈ શકે છે.

બીજી મેચમાં ભાગ લઈ શકશે?

જો બંને ખેલાડીઓ ફિટ છે તો તેઓ 31 જુલાઈએ પાકિસ્તાન સામેની મેચમાં ભાગ લઈ શકે છે. ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ઉપરાંત ભારતને બાર્બાડોસ સામે પણ મેચ રમવાની છે. આ ઉપરાંત યજમાન ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા પણ આ ગેમ્સનો ભાગ છે. ફાઈનલ સહિતની તમામ મેચો બર્મિંગહામના પ્રખ્યાત એજબેસ્ટન મેદાન પર રમાશે.

બેંગલુરૂમાં કરી તૈયારી

આ મહિનાની શરૂઆતમાં, ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના પ્રવાસ પર ODI અને T20 શ્રેણી માટે તેની તૈયારીઓને તેજ બનાવી દીધી હતી. ત્યારથી ટીમ બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસમાં વ્યસ્ત હતી. ટીમના રવાના થતા પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીતે કોમનવેલ્થ ગેમ્સમાં રમવા વિશે કહ્યું હતું કે, અમને તેનો વારંવાર અનુભવ કરવાનો મોકો મળતો નથી, તેથી તેના વિશે ઉત્સુકતા અનુભવીએ છીએ. ઉદઘાટન સમારોહ આપણા બધા માટે એક ખાસ અનુભવ હશે.

Next Article