CWG 2022 Medal Tally: ગોલ્ડ અને સિલ્વરએ ભારતને મજબૂતી આપી, મેડલ ટેબલમાં ભારતની સ્થિતી આવી છે

|

Aug 05, 2022 | 7:52 AM

કોમનવેલ્થ ગેમ્સ 2022ના સાત દિવસ પૂર્ણ થયા છે અને અત્યાર સુધીમાં ભારતના ખાતામાં 20 મેડલ આવી ગયા છે, જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ છે.

CWG 2022 Medal Tally: ગોલ્ડ અને સિલ્વરએ ભારતને મજબૂતી આપી, મેડલ ટેબલમાં ભારતની સ્થિતી આવી છે
CWG 2022 Medal Tally (PC: TV9)

Follow us on

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) નો વધુ એક દિવસ ભારત માટે સારો સાબિત થયો. 4 ઓગસ્ટ ગુરુવારે ગેમ્સના સાતમા દિવસે પણ ભારતની બેગ મેડલથી ભરેલી હતી. જો કે પાછલા દિવસોની સરખામણીએ આ વખતે માત્ર બે જ મેડલ આવ્યા. પરંતુ તેમનો રંગ ખૂબ જ ચમકદાર છે. સાતમા દિવસના કાર્યક્રમના અંત પહેલા ભારતને એક ગોલ્ડ અને એક સિલ્વર મળ્યો છે. જેનાથી ભારતની મેડલ સંખ્યા 20 થઈ ગઈ છે. જો કે મેડલ ટેબલમાં ભારત હજુ પણ સાતમા સ્થાને છે.

શ્રીશંકર અને સુધીરે રચ્યો ઇતિહાસ

ગુરુવારે ભારત માટે એથ્લેટિક્સ અને પેરા પાવરલિફ્ટિંગ તરફથી સારા સમાચાર આવ્યા. એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં ભારતીય જમ્પર્સે સતત બીજા દિવસે ઈતિહાસ રચ્યો. બુધવારે તેજસ્વિન શંકરે ઉંચી કૂદમાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે ગુરુવારે મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર માત્ર બીજા ભારતીય એથ્લેટ અને પુરુષોની લાંબી કૂદમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

બીજી તરફ ગુરુવારથી જ પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટ્સ શરૂ થઈ ગઈ છે. પ્રથમ વખત પેરા ગેમ્સને અન્ય રમતોની સાથે CWG માં સામેલ કરવામાં આવી છે. પેરા પાવરલિફ્ટિંગના પહેલા દિવસે મોટાભાગની ઈવેન્ટ્સમાં ભારતને નિરાશા સાંપડી હતી. પરંતુ દિવસની છેલ્લી ઈવેન્ટમાં મેન્સ હેવીવેઈટ ભારતના સુધીરે ગોલ્ડ જીતીને ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. CWG ના ઈતિહાસમાં પેરા પાવરલિફ્ટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ બે મેડલની મદદથી ભારતના કુલ મેડલની સંખ્યા 20 થઈ ગઈ છે. જેમાં કુલ 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ જ છે. જો કે, તેમ છતાં ભારત બુધવારે સાતમા સ્થાને છે.

બોક્સરોએ રંગ રાખ્યો

ભારતને આજે ભલે માત્ર 2 મેડલ મળ્યા હોય. પરંતુ ભારતીય બોક્સરોએ 4 મેડલ પર મહોર મારી. અમિત પંઘાલ, જાસ્મીન, સાગર અને રોહિત ટોકસ પોતપોતાની ઈવેન્ટની સેમિ ફાઈનલમાં પહોંચ્યા હતા. એટલે કે આગામી બે-ત્રણ દિવસમાં સેમિ ફાઇનલ અને ફાઇનલના પરિણામો સાથે ભારતની સંખ્યા વધુ વધશે.

ઓસ્ટ્રેલિયાની ગોલ્ડ મેડલમાં અડધી સદી

મેડલની સંખ્યામાં ટોપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ અહીં કબજો કરી રહ્યું છે અને તેણે ગોલ્ડ મેડલની અડધી સદી પૂરી કરી છે. ઓસ્ટ્રેલિયાના 50 ગોલ્ડ સહિત કુલ 132 મેડલ છે. જો કે યજમાન ઈંગ્લેન્ડે આ અંતર વધુ ઓછું કર્યું છે. તેની પાસે 42 ગોલ્ડ સહિત 118 મેડલ છે.

Next Article