CWG 2022: પિતાએ દૂધ વેચીને પુત્રને રેસલર બનાવ્યો, જાણો ગોલ્ડ જીતતા પહેલા દિપક પુનિયાએ કેટલો સંઘર્ષ કર્યો હતો

|

Aug 06, 2022 | 2:30 PM

Deepak Punia CWG 2022: દીપક પુનિયા (Deepak Punia) ના પિતાએ ખેતીની સાથે દૂધ વેચીને તેને આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ બનાવ્યો છે. દીપકે ગોલ્ડ જીતતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો હતો.

CWG 2022: પિતાએ દૂધ વેચીને પુત્રને રેસલર બનાવ્યો, જાણો ગોલ્ડ જીતતા પહેલા દિપક પુનિયાએ કેટલો સંઘર્ષ કર્યો હતો
Deepak Punia (File Photo)

Follow us on

ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતના ખેલાડીઓએ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. હરિયાણાના ઝજ્જર જિલ્લાના ખેલાડી દીપક પુનિયા (Deepak Punia) એ કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીની 86 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. દીપક પુનિયાએ કુસ્તીની મેચમાં પાકિસ્તાની રેસલર મોહમ્મદ ઇનામને હરાવીને ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. દીપક પુનિયા ઝજ્જર જિલ્લાના છારા ગામનો રહેવાસી છે. દીપકના પિતા સુભાષ એક સામાન્ય ખેડૂત છે. તેણે ખેતીની સાથે દૂધ વેચીને પુત્રને આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ બનાવ્યો છે.

દીપક પુનિયા (Deepak Punia) ના પિતા સુભાષ પુનિયાએ જણાવ્યું કે, તેમનો પુત્ર 5 વર્ષની ઉંમરથી જ અખાડામાં જવા લાગ્યો હતો. અત્યારે પણ તે રોજના ચારથી પાંચ કલાક અખાડામાં વિતાવે છે. દીપકને ઘરનું રાંધેલું ભોજન પસંદ છે. દીપકની માતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. દીપકના પિતાએ તેની માતા અને પિતા તરીકેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. પિતા સુભાષનું કહેવું છે કે તેમનો પુત્ર ઓલિમ્પિક ગેમ્સમાં દેશને મેડલ અપાવી શક્યો નથી. તેઓ તેનો અફસોસ કરે છે. પરંતુ આગામી સમયમાં દીપક ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ ચોક્કસ મેળવશે. તેને તેના પુત્ર પર ગર્વ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

ગામના પૂર્વ સરપંચ જિતેન્દ્ર અને અન્ય ગ્રામજનોએ પણ ખેલાડી દીપક પુનિયા (Deepak Punia) ના પિતાની મહેનત અને તપસ્યાના વખાણ કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે અથાક મહેનતના કારણે દીપક પુનિયાએ આ સ્થાન હાંસલ કર્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકારે ગ્રામીણ વાતાવરણમાં ખેલાડીઓને તૈયાર કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ અને કોચ આપવા જોઈએ. જેથી વધુ સારા ખેલાડીઓ બહાર આવી શકે. દીપક પુનિયાના ગામ છારામાં ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા માટે ગ્રામજનોએ સરકાર પાસે માગ કરી છે.

Next Article