CWG 2022: Achinta Sheuli એ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ, ભારતના ખાતામાં ત્રીજો ગોલ્ડ મેડલ

|

Aug 01, 2022 | 6:52 AM

CWG 2022 : બર્મિંગહામ ગેમ્સમાં ભારતનો આ અત્યાર સુધીનો છઠ્ઠો મેડલ છે અને તમામ 6 મેડલ ભારતને વેઈટલિફ્ટર્સે અપાવ્યા છે. વેઈટલિફ્ટિંગની માત્ર એક ઈવેન્ટમાં ભારતના હાથ ખાલી રહ્યા હતા.

CWG 2022: Achinta Sheuli એ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ, ભારતના ખાતામાં ત્રીજો ગોલ્ડ મેડલ
Achinta Sheuli (PC: Twitter)

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતીય વેઈટલિફ્ટર્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. બે દિવસમાં પાંચ મેડલ જીતી ચૂકેલા વેઈટલિફ્ટર્સે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. આ વખતે પુરુષોની 73 કિગ્રામાં ભારતના અચિંત શુલેઈ (Achinta Sheuli) એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પશ્ચિમ બંગાળના આ ઉભરતા 20 વર્ષીય વેઈટલિફ્ટર અચિંત શુલેઈ તેની પહેલી જ કોમનવેલ્થ ગેમ્સમાં 313 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં ભારત માટે ત્રીજો ગોલ્ડ પણ જીત્યો. આ રીતે તેણે ભારતના સફળ વેઈટલિફ્ટિંગ અભિયાનમાં યોગદાન આપ્યું.

ત્રીજા દિવસે 2 ગોલ્ડ મેડલ

એનઈસી એરેના ખાતે વેઈટલિફ્ટિંગ ઈવેન્ટ્સમાં શનિવાર 30 જુલાઈની જેમ રવિવાર 31 જુલાઈનો દિવસ પણ ભારત માટે સારો રહ્યો અને દેશના ખાતામાં બે ગોલ્ડ આવ્યા. દિવસની શરૂઆત જેરેમી લાલરિનુંગાના ગોલ્ડ મેડલથી થઈ હતી અને અચિંતે દિવસનો અંત પણ ગોલ્ડ જીતીને કર્યો હતો. ભારતીય સૈન્યના જવાન અચિંત સ્નેચથી ક્લીન એન્ડ જર્ક સુધીના 6 પ્રયાસોમાં માત્ર એક જ વાર ચૂકી ગયા હતો. પરંતુ તેનાથી તેમના મનોબળને અસર થઈ નહીં અને પછી પરિણામ પણ તેમના અને દેશને અનુરૂપ હતું.

શાનદાર શરૂઆત, જાનદાર અંત

2019 અને 2021માં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બે વખત ગોલ્ડ જીતનાર અચિંત શુલેઈ (Achinta Sheuli) એ ગેમ્સમાં પણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. અચિંતે 137 કિગ્રા વજન સાથે સ્નેચમાં સફળ પદાર્પણ કર્યું અને પછી ત્રીજા પ્રયાસમાં તેને વધારીને 143 કિગ્રા કરી દીધું. જે ગેમ્સ માટે નવો રેકોર્ડ પણ બન્યો. આ રીતે તે સ્નેચ સ્ટેજ બાદ જ નંબર વન પર આવી ગયો હતો. અચિંતનું પરાક્રમ ક્લીન અને જર્કમાં પણ ચાલુ રહ્યું અને તેના પ્રથમ પ્રયાસમાં તેણે ટોચ પર તેની લીડને વધુ મજબૂત કરવા માટે 166 કિલો વજન ઉપાડ્યું. પછી તેને કોઈ હરાવી શક્યું નહીં.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જોકે તે બીજા પ્રયાસમાં 170 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેણે તેની અસર પોતાના પર પડવા ન દીધી અને છેલ્લા પ્રયાસમાં તેને સફળતાપૂર્વક ઉપાડ્યો અને કુલ 313 કિલો વજન સાથે ગોલ્ડ જીત્યો. આ પણ 313 કિલોની રમતનો નવો રેકોર્ડ છે.

વેટલિફ્ટિંગમાં સતત શાનદાર પ્રદર્શન

ભારતે ગેમ્સના બીજા દિવસે તેના મેડલની શરૂઆત વેટલિફ્ટિંગથી કરી હતી. શનિવાર 30 જુલાઈના રોજ આ પ્રક્રિયા સંકેત સરગરના સિલ્વર મેડલ સાથે શરૂ થઈ હતી અને ભારતે એક જ દિવસમાં ચાર મેડલ જીત્યા હતા. જેમાં સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ તમામ અપેક્ષાઓ પર ખરા ઉતરતા દેશ માટે ગેમ્સનો પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. તેમના સિવાય બિંદિયારાની દેવીએ સિલ્વર જ્યારે ગુરુરાજા પૂજારીએ બ્રોન્ઝ જીત્યો હતો.

ત્યાર બાદ 31 જુલાઈ રવિવારે દેશના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવ્યો અને આ વખતે 19 વર્ષના જેરેમી લાલરિનુંગાએ આ સફળતા અપાવી. તેણે 303 કિગ્રા વજન સાથે 65 કિગ્રામાં બીજો ગોલ્ડ જીત્યો હતો. હવે ભારતે અચિંતના ગોલ્ડ સાથે વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ મેડલ મેળવ્યા છે.

Next Article