AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2022 Medal Tally : ટોપ-10માં ભારતની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા નંબર વન પર

કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ (Commonwealth Games 2022 Medal) લિસ્ટ: બીજા દિવસના અંત સુધી કુલ 115 મેડલ આપવામાં આવ્યા છે, જેમાં 22 દેશોએ ઓછામાં ઓછો એક મેડલ જીત્યો છે.

Commonwealth Games 2022 Medal Tally : ટોપ-10માં ભારતની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા નંબર વન પર
ટોપ-10માં ભારતની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા નંબર વન પરImage Credit source: PTI/AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 8:38 AM
Share

Commonwealth Games 2022 Medal Tally: બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022 Medal)નો બીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે અને ભારતે પોતાનું ખાતું પણ ખોલ્યું છે. શનિવાર 30 જુલાઈએ ગેમ્સના બીજા દિવસે, ભારતે વેઈટલિફ્ટિંગ (Weightlifting)ની મદદથી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા છે. આ રીતે ભારતીય ટીમે પણ મેડલ ટેલીમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે. સ્વિમિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ કુલ 13 ગોલ્ડ સાથે ટોચના સ્થાને સારી સરસાઈ મેળવી લીધી છે.

ટોપ-10માં ભારત

શનિવારના રોજ ભારતે વેઈટવેઈટલિફ્ટિંગના 4 ઈવેન્ટમાં મેડલની સાથે શરુઆત કરી હતી. ભારતે અત્યાર સુધીમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો છે, ભારતે ટોપ 10માં સ્થાન બનાવી લીધું છે. હાલમાં તે 8માં નંબર પર છે. ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ વેઈટલિફટર મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામમાં મેડલ જીત્યો છે.

સ્વિમિંગમાં નંબર વન

સૌથી વધુ 13 ગોલ્ડ મેડલ સહિત 32 મેડલની સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે. ગોલ્ડ મેડલ સહિત બ્રોન્ઝ સિલ્વર મેડલમાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે. ઓસ્ટ્રેલિયાની સફળતાનું મુખ્ય કારણ હંમેશાની જેમ સ્વિમિંગ છે. જેમાં તેણે 8 ગોલ્ડ સહિત કુલ 22 મેડલ જીત્યા છે. બીજા સ્થાન પર ન્યુઝીલેન્ડ છે અને ત્રીજા સ્થાન પર યજમાન ઈગ્લેન્ડ઼ છે.

આ છે ભારતના વિજેતા

સંકેત સરગરે ભારત માટે પ્રથમ મેડલ જીત્યો હતો. 21 વર્ષની વેઈટલિફ્ટરે 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી ગુરુરાજા પૂજારીએ પુરુષોમાં 61 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ જીત્યો. મીરાબાઈ ચાનુને ત્રીજો મેડલ અને સૌથી મોટી સફળતા મળી. ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈએ સતત બીજી ગેમ્સમાં ગોલ્ડ જીતીને અને સતત ત્રીજો મેડલ જીતીને તેની સફળતાની ગાથા ચાલુ રાખી. પછી દિવસની છેલ્લી ઇવેન્ટમાં, બિંદિયારાનીએ મહિલાઓની 55 કિગ્રામાં 202 કિગ્રા વજન સાથે સિલ્વર મેડલ જીત્યો અને ભારત માટે દિવસ સારો રહ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના ત્રીજા દિવસે તમામની નજર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રમાનારી ક્રિકેટ મેચ પર રહેશે. બીજા દિવસની જેમ ત્રીજા દિવસે પણ વેઈટલિફ્ટરો ભારતની ઝોળી ભરવા માટે તૈયાર છે. સાથે જ ટેબલ ટેનિસ, હોકીમાં પણ ભારતની તાકાત જોવા મળશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">