CWG 2022માં પહેલીવાર મેડલ જીતીને ચોંકાવી દીધા, ભારતને આ ખેલાડીઓના રૂપમાં નવા સ્ટાર મળ્યા

|

Aug 09, 2022 | 12:18 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત 61 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા પાછી ચોથા ક્રમે છે.

CWG 2022માં પહેલીવાર મેડલ જીતીને ચોંકાવી દીધા, ભારતને આ ખેલાડીઓના રૂપમાં નવા સ્ટાર મળ્યા
બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા

Follow us on

CWG 2022 : બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ (commonwealth games)માં ભારતે 61 મેડલ જીત્યા હતા. આ 61 મેડલમાં 22 ગોલ્ડ, 15 સિલ્વર અને 23 બ્રોન્ઝ (Bronze)નો સમાવેશ થાય છે. ગત વખત કરતા આ વખતે ભારતના મેડલની સંખ્યા ઓછી હતી પરંતુ ચાહકોને આ વખતે ઘણી ઐતિહાસિક અને સોનેરી ક્ષણો જોવા મળી. આવા ઘણા ખેલાડીઓ હેડલાઇન્સમાં આવ્યા જેમના નામ ચાહકોએ પહેલા ક્યારેય સાંભળ્યા ન હતા. કેટલાક ખેલાડી (player)ઓ એવા પોડિયમ પર પહોંચ્યા જેમની પાસેથી અપેક્ષા નહોતી.

આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું

  1. અવિનાશ સાબલે પુરૂષોની 3000 મીટર સ્ટીપલચેસ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા માટે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો. સેબલે 8:11. 48 સેકન્ડનો સમય લઈ પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો.
  2. તેજસ્વિન શંકરે આ વખતે પુરુષોની હાઈ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. નેશનલ રેકોર્ડ હોલ્ડર શંકર 2. 22 મીટર નો ઝમ્પ લગાવ્યો હતો. આ રમતમાં મેડલ જીતનાર તે પ્રથમ હાઈ જમ્પર બન્યો હતો.
  3. આ વખતે પણ ટ્રિપલ જમ્પમાં બે ભારતીય પોડિયમ સુધી પહોંચવામાં સફળ રહ્યા અને ઈતિહાસ રચ્યો. એલ્ડોસ પોલ ગોલ્ડ જીતનાર છઠ્ઠો ભારતીય એથ્લેટ બન્યો. પોલના ગોલ્ડ મેડલ ઉપરાંત કેરળના તેના સાથી ખેલાડી અબ્દુલ્લા અબુબકરે પણ આ ઈવેન્ટનો સિલ્વર મેડલ જીત્યો હતો.
  4. પ્રિયંકા ગોસ્વામીએ 10,000 મીટર રેસ વોક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે રેસવોકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બનીને નવો ઈતિહાસ રચ્યો હતો. ગોસ્વામીએ 43:38.83નો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાની જેમિમા મોન્ટાગ (42:34.30) પાછળ બીજા સ્થાને રહી.
  5. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  6. ભારતીય મહિલા લૉન બૉલ્સ ટીમે ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. લવલી ચૌબે (લીડ), પિંકી (દ્વિતીય), નયનમોની સૈકિયા (ત્રીજું) અને રૂપા રાનીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત સ્પર્ધાની મહિલા ચાર ઈવેન્ટમાં પ્રથમ વખત ઉતરી હતી. આ સાથે જ મેન્સ ટીમ પણ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી. આ રમતમાં ભારતને પ્રથમ વખત મેડલ મળ્યો હતો.
  7. ભારતીય વેઇટલિફ્ટર હરજિંદર કૌરે મહિલાઓની 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હરજિંદરે સ્નેચમાં 93 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 119 કિગ્રા વજન ઉઠાવીને કુલ 212 કિગ્રા વજન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હરજિન્દર કૌર પહેલીવાર આ ગેમ્સમાં મેડલ મેળવવામાં સફળ રહી.
  8. આ વખતે ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા ટેબલ ટેનિસમાં ફ્લોપ રહી હતી પરંતુ ભારતને શ્રીજા અકુલાના રૂપમાં નવો સ્ટાર મળ્યો હતો. અકુલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેચ હારીને મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તે જ સમયે, મિક્સ્ડ ડબલ્સમાં, તે અચંત શરથ કમલ સાથે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી.
Next Article