Commonwealth Games : ભારતે પાકિસ્તાનને 10 વખત ધૂંટણિયા ટેકવવા મજબૂર કર્યું, જુઓ લિસ્ટ

|

Aug 09, 2022 | 1:37 PM

કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)2022 મેડલ ટેલીમાં, ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ સાથે ચોથા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ સાથે 18મું સ્થાન ધરાવે છે.

Commonwealth Games  : ભારતે પાકિસ્તાનને 10 વખત ધૂંટણિયા ટેકવવા મજબૂર કર્યું, જુઓ લિસ્ટ
ભારતે પાકિસ્તાનને 10 વખત ધૂંટણિયા ટેકવવા મજબૂર કર્યું
Image Credit source: Twitter

Follow us on

Commonwealth Games : ભારત અને પાકિસ્તાનની ટક્કર હંમેશા હાઈવોલ્ટેજ રહે છે. કોમનવેલ્થ ગેમ 2022માં ક્રિકેટના મેદાન પર બંન્ને દેશની મહિલા ટીમની ટક્કર થઈ હતી. ત્યારે આખી દુનિયાની નજર તેના પર હતી. ક્રિકેટ (Cricket)ના મેદાનમાં ભારતે પાકિસ્તાનને ધુળ ચટાડી હતી, ભારતીય મહિલા ટીમે જીત મેળવી હતી. બર્મિગહામ કોમનવેલ્થ ગેમ (Commonwealth Games)માં ભારતે માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહિ પરંતુ અન્ય 10 રમતોમાં પણ હાર આપી છે.

બેડમિન્ટનમાં 3 વખત ટક્કર આપી

મેડલ ટૈલીમાં ભારત 22 ગોલ્ડ , 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલની સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાન 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 8 મેડલની સાથે 18માં સ્થાન પર છે. બેડમિન્ટન સિંગ્લસમાં ભારતના કશ્યપ સામે પાકિસ્તાનના મહરુર શહઝાદની ટક્કર હતી.આકર્ષિએ પ્રથમ ગેમ જીતી લીધી હતી અને બીજા સેટમાં મજબુત લીડ બનાવી હતી. તો મેન્સ ડબલ્સમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ પાકિસ્તાનના અલી અને ભટ્ટીની જોડીએ 21- 8, 21- 7ને હાર આપી હતી. મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતે પાકિસ્તાનને 5-0થી એકતરફી મેચમાં હાર આપી હતી.

બોક્સિંગ અને ક્રિકેટમાં પાકિસ્તાનના ખેલાડીને ધોઈ નાંખ્યા

બોક્સિંગમાં ભારતીય બોકસરોએ પાકિસ્તાન પર પંચનો વરસાદ કર્યો હતો. શિવ થાપાએ 63.5 કિલો ભાર વર્ગમાં પ્રથમ સેટમાં બલોચને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે પોતાના બીજા મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હાર આપી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 99 રન પર સમેટી હતી. પાકિસ્તાનને હરાવી ભારતે જીતનું ખાતું ખોલ્યું હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કુશ્તીમાં સપનું ચકનાચુર કર્યું

સ્ક્વોશમાં ભારતની સુનન્યા કુરુવિલાએ મહિલા સિંગલ્સમાં પાકિસ્તાનની ફૈઝા ઝફરને 3-0થી હાર આપી હતી. વેટલિફ્ટિંગમાં રવિ કુમાર દહિયાએ પાકિસ્તાનના અસદ અલીને 14-4થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.નવીન મલિકે 74 કિલોગ્રામમાં શરીફ તાહિરને 9-0થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. દિપક પૂનિયાએ 86 કિલોમા ભારતના ખાતામાં મેડલ નાંખ્યો હતો. દિપક નેહરાએ 97 કિલોમાં તૈયબ રાજાને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઘણા ખેલાડીઓએ પ્રથમ વખત મેડલ જીત્યા હતા. કેટલાકે તેમના મેડલનો રંગ બદલ્યો હતો. પરંતુ 4 ખેલાડીઓ અથવા ટીમો એવા હતા જેમણે આ વખતે પણ ચાર વર્ષ પહેલા જીતેલા ગોલ્ડ મેડલને જાળવી રાખ્યો હતો. 4 ઇવેન્ટ્સ જ્યા 4 વર્ષ બાદ પણ ગોલ્ડન સમય જોવા મળ્યો

Next Article