CWG 2022: વેઈટલિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ, ક્રિકેટ થી લઈ ટેબલ ટેનિસ સુધી છવાઈ ગયા ભારતીયો

|

Jul 31, 2022 | 9:46 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022 વિજેતાઓની યાદીઃ ભારતના યુવા વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ પણ ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તે જ સમયે, બોક્સિંગમાં ભારત માટે મિશ્ર દિવસ રહ્યો.

CWG 2022: વેઈટલિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ, ક્રિકેટ થી લઈ ટેબલ ટેનિસ સુધી છવાઈ ગયા ભારતીયો
Commonwealth Games 2022 વિજેતાઓની યાદીઃ

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં રવિવારે ભારતીય વેઇટલિફ્ટર્સનું પરાક્રમ ચાલુ રહ્યું કારણ કે જેરેમી લાલરિનુંગા (Jeremy Lalrinnunga) એ ગોલ્ડ જીતીને ભારતની મેડલ ટેલીમાં વધારો કર્યો. વેઈટલિફ્ટર્સે અત્યાર સુધીમાં કુલ 5 મેડલ ભારતની ઝોળીમાં નાંખ્યા છે. તે જ સમયે, ભારતીય ટેબલ ટેનિસ ટીમ, ક્રિકેટ અને લૉન બોલમાં પણ ભારતીયોનું વર્ચસ્વ હતું. બોક્સિંગમાં નિખત ઝરીન (Nikhat Zareen) ની સફર આગળ વધી છે.

જેરેમીએ 300 કિલો વજન ઉઠાવ્યું

જેરેમીએ 67 કિગ્રા વજન વર્ગમાં કુલ 300 કિલો વજન ઉપાડ્યું. તેણે સ્નેચમાં 140 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડ્યું. તે ત્રીજા પ્રયાસમાં 165 કિલો વજન ઉપાડવા માંગતો હતો, પરંતુ જેરેમી તે ચૂકી ગયો.

ટેબલ ટેનિસની સેમીફાઈનલમાં ભારત

ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. સાથિયાને બીજી સિંગલ્સ મેચ જીતી હતી. સાથિયાન અને હરમીતે પ્રથમ મેચ 11-8, 11-6, 11-2થી જીતી હતી. આ પછી શરથ કમલે રિફત શબ્બીરને 11-4, 11-7, 11-2થી હરાવ્યો હતો. સાથિયાને બીજી સિંગલ્સ મેચ 11-2, 11-3, 11-5થી જીતી લીધી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ભારત માટે બોક્સિંગ મિશ્ર સ્થિતીમાં રહ્યું

બોક્સિંગમાં ભારતને નિરાશા હાથ લાગી હતી. શિવ થાપા રાઉન્ડ ઓફ 16મી મેચ હારી ગયો. તે જ સમયે, વિશ્વ ચેમ્પિયન નિખત ઝરીન 50 કિગ્રા વર્ગમાં હેલેના ઈસ્માઈલને હરાવીને આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

નટરાજ સ્વિમિંગમાં આગળ વધ્યો

શ્રીહરિ નટરાજ 50 મીટર બેકસ્ટ્રોકની સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. તે હીટ-6માં 25.52 સેકન્ડના સમય સાથે બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે સાજન પ્રકાશ 200 મીટર બટરફ્લાયની હીટ-3માં ચોથા સ્થાને રહ્યો છે. તેણે 1:58.99 કલાક કર્યું.

લૉન બોલમાં પુરૂષો પેયર્સ ના ક્વાર્ટર ફાઈનલમાં ભારત પહોંચ્યું

ભારતે પુરુષ જોડી વિભાગની મેચમાં ઈંગ્લેન્ડને 18-15થી હરાવ્યું હતું. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. લીગ રાઉન્ડ બાદ ભારત, ઈંગ્લેન્ડ અને મલેશિયાના 9 પોઈન્ટ હતા, પરંતુ ભારતના પોઈન્ટનો તફાવત વધુ સારો હતો.

પાકિસ્તાન પર ભારતનો શાનદાર વિજય

ભારતે પોતાની બીજી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને ભારતને 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 38 બોલમાં 2 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

જોશ્ના ક્વાર્ટર ફાઇનલમાં

ભારતની અનુભવી સ્ક્વોશ ખેલાડી જોશ્ના ચિનપ્પાએ ન્યૂઝીલેન્ડની કેટલીન વોટ્સને 3-1થી હરાવીને મહિલા સિંગલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Published On - 9:45 pm, Sun, 31 July 22

Next Article