CWG 2022 : અચંત શરથ કમલ મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો, 22 ગોલ્ડ સાથે ભારત ચોથા સ્થાને

|

Aug 08, 2022 | 6:17 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 22મો ગોલ્ડ મેડલ છે. અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 60 મેડલ જીતીને ચોથુ સ્થાન મેળવ્યું છે.

CWG 2022 : અચંત શરથ કમલ મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો, 22 ગોલ્ડ સાથે ભારત ચોથા સ્થાને
અચંત શરથ કમલે મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
Image Credit source: Twitter

Follow us on

CWG 2022 :  અચંત શરથ કમલે (Achant Sharath Kamal) મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 22મો ગોલ્ડ મેડલ છે. અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 60 મેડલ જીતીને ચોથુ સ્થાન મેળવ્યું છે.અચંત શરથ કમલે મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો છે. ફાઇનલમાં શરથ કમલે ઇંગ્લેન્ડના લિયામ પિચફોર્ડને 11-13, 11-7, 11-2, 11-6, 11-8થી હરાવ્યો હતો. શરથ સમગ્ર ટૂર્નામેન્ટમાં અણનમ રહ્યો હતો.રાઉન્ડ ઓફ 32માં તેણે ઓસ્ટ્રેલિયા (Australia)ના ફિન લુને 4-0થી હરાવ્યો હતો. તે જ સમયે, રાઉન્ડ ઓફ 16માં, શરથ કમલે નાઇજીરીયાના ઓલાજીદે ઓમોટોયો પર 4-2 થી જીત મેળવી હતી

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ખેલાડીએ સિંગાપોરના આઇઝેક ક્વેક યોંગને 4-0થી હરાવ્યો હતો. તે જ સમયે, સેમિફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડના પોલ ડ્રિંકહોલને 4-2થી હરાવ્યો હતો.

ભારતના મેડલ વિજેતાઓ

22 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટીટી મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ, નવીન, ભાવિના, નીતુ, અમિત પંઘાલ, અલધૌસ, નીતુ. ઝરીન, શરત-શ્રીજા, પીવી સિંધુ, લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ, શરથ

15 સિલ્વર: સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, મેન્સ લૉન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબેકર, શરથ-સાથિયન, મહિલા ક્રિકેટ ટીમ, સાગર

23 બ્રોન્ઝ: ગુરુરાજા, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ-દીપિકા, કિદામ્બી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી, સાથિયાન

Published On - 6:01 pm, Mon, 8 August 22

Next Article