Chris Pringle: ગયો હતો મેચની ટીકીટ લેવાને અને થયું વન ડેમાં ડેબ્યુ !

|

Jan 26, 2021 | 1:43 PM

કેટલાક ક્રિકેટરોની કહાની પણ જબરદસ્ત હોય છે. કિસ્મત પણ તેમની સાથે એવા મોકા પ્રદાન કરતી હોય છે કે તેમને રાતોરાત ટોચ પર લઇ જતી હોય છે. જેમને આવા મોકા મળે છે તેમના સપનાઓ જાણે કે સારા થઇ જતા હોય છે. ન્યુઝીલેન્ડ (New Zealand) નો ક્રિકેટર ક્રિસ પ્રિંગલ (Chris Pringle) ની કહાની પણ કંઇક આવી જ છે.

Chris Pringle: ગયો હતો મેચની ટીકીટ લેવાને અને થયું વન ડેમાં ડેબ્યુ !
Chris Pringle

Follow us on

કેટલાક ક્રિકેટરોની કહાની પણ જબરદસ્ત હોય છે. કિસ્મત પણ તેમની સાથે એવી તક પ્રદાન કરતી હોય છે કે તેમને રાતોરાત ટોચ પર લઇ જતી હોય છે. જેમને આવા મોકા મળે છે તેમના સપનાઓ જાણે કે સારા થઇ જતા હોય છે. ન્યુઝીલેન્ડ (New Zealand) નો ક્રિકેટર ક્રિસ પ્રિંગલ (Chris Pringle) ની કહાની પણ કંઇક આવી જ છે.

26 જાન્યુઆરી 1968 ના દિવસે જન્મેલો પ્રિંગલ મધ્યમ ગતીનો બોલર હતો. તેનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવવાની સ્ટોરી પણ જબરદસ્ત છે. તે વર્ષ 1989-90માં ઇંગ્લેંડ (England) ક્રિકેટ માં રમી રહ્યો હતો. આ દરમ્યાન ન્યુઝીલેન્ડની ટીમ ઇંગ્લેંડના પ્રવાસ પર આવી હતી. આ સાંભળીને પ્રિંગલ હેડિંગ્લે (Headingley) માં પોતાના દેશના ખેલાડીઓને મળવા માટે પહોંચ્યો હતો. જ્યાં તે ટીકીટ માંગવાના ઇરાદે પહોંચ્યો હતો. પરંતુ સંજોગોવસાત તે સમયે ન્યુઝીલેન્ડના અનેક ખેલાડીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. આવામાં જ્યારે પ્રિંગલ પહોંચ્યો તો તેને ટીમ વતી રમવાની સીધી ઓફર જ મળી ગઇ.

તેણે કહ્યુ કે તે તો મેચ જોવા માટે ટીકીટ મેળવવા માટે આવ્યો હતો અને સીધી રમવાની જ ટીકીટ મળી ગઇ. પ્રથમ જ મેચમાં તેણે રિચર્ડ હેડલી સાથે બોલીંગ કરી હતી. આ મેચમાં પ્રિંગલ એ 45 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ગ્રેહમ ગૂચ અને જેક રસેલ તેનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ આગળની મેચમાં તે રમ્યો હતો અને એક વિકેટ ઝડપી હતી. તેના બોલની રફતાર ખાસ નહોતી, આવામાં તેને એ વખતે ટેસ્ટ સિરીઝમાં સ્થાન મળી શક્યુ નહોતુ. પરંતુ વર્ષ 1990 ખતમ થતા થતા પ્રિંગલે ટેસ્ટ ડેબ્યુ કરી લીધુ હતુ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ક્રિસ પ્રિંગલ ન્યુઝીલેન્ડની ટીમ સાથે પાકિસ્તાન પ્રવાસ પર ગયો હતો. જ્યાં કરાંચી ટેસ્ટમાં તેનુ ટેસ્ટ ડેબ્યુ થયુ હતુ, જેમાં અને લાહોર ટેસ્ટમાં બે વિકેટ જ તેને મળી શકી હતી. પરંતુ ફેંસલાબાદ ટેસ્ટ એટલે ત્રીજી ટેસ્ટમાં પ્રિંગલનો જાદુ ચાલ્યો હતો. તેણે 16 ઓવરની બોલીંગ કરીને 52 રન આપી 7 વિકેટ ઝડપી હતી. પરિણામ એ આવ્યુ હતુ કે પાકિસ્તાન 102 રન પર જ સમેટાઇ ગયુ હતુ. બીજી પારીમાં પ્રિંગલ એ 10 રન પર ચાર વિકેટ મેળવી હતી. પરંતુ ન્યુઝીલેન્ડ આ ટેસ્ટ 65 રને હારી ગયુ હતુ.

ત્યાર બાદ ફરી થી ક્યારેય તેવુ પ્રદર્શન દર્શાવી શક્યો નહોતો. તેને લઇને તે માત્ર 14 જ ટેસ્ટ મેચ રમી શક્યો હતો. તેણે જેમાં 30 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામે 1995માં તે આખરી ટેસ્ટ મેચ રમી શક્યો હતો. આ દરમ્યાન તેણે ખુલાસો કર્યો હતો કે, પાકિસ્તાન સામેની ફેંસલાબાદ ટેસ્ટમાં તેણે બોલ સાથે છેડછાડ કરી હતી. સાથે જ કહ્યુ હતુ કે, તેમના હિસાબ થી પાકિસ્તાન ટીમ પણ બોલને ખરાબ કરી રહી હતી. આ ખુલાસાએ સૌને ચોંકાવી દીધા હતા.

પ્રિંગલ એ 64 વન ડે મેચ રમી હતી અને 103 વિકેટ ઝડપી હતી. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 32.1 અને સરેરાશ 23.87 રહી હતી. આ ફોર્મેટમાં તેમનુ ઉલ્લેખનીય પ્રદર્શન 1990માં ઓસ્ટ્રલીયા સામે રહ્યુ હતુ. તેમની બોલીંગને ચાલતા કીવી ટીમ 194 રનનો સ્કોર બચાવી લીધો હતો. અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલીયા ને જીત માટે 2 રનની જરુર હતી. તેમની અંતિમ બેટીંગ જોડી ક્રિઝ પર હતી. ક્રિસ પ્રિંગલ એ મેડન ઓવર નાંખીને ટીમને જીતાડી દીધી હતી. આ મેચમાં તેણે 34 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. ઇંગ્લેંડ સામે 1994માં 45 રન આપીને પાંચ વિકેટ ઝડપવાનુ તેમનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતુ.

Next Article