Cheteshwar Pujara: આખરે કર્યો દર્દનો ખુલાસો, હાથમાં બેટ પકડી શકાતુ નહોતુ છતાંય પીચ પર રહ્યો અડગ

|

Jan 29, 2021 | 8:40 AM

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ ઓસ્ટ્રેલિયા (Australia) માં દર્દ સહન કરીને પણ જે રીતે બેટીંગ કરી હતી તે સરાહનીય હતી. તેણે ઇજાઓ ખમીને પણ ભારતીય ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. જેને લઇને દર્શકો અને ક્રિકેટ ચાહકો પણ તેની પર આફ્રીન થઇ ચુક્યા હતા.

Cheteshwar Pujara: આખરે કર્યો દર્દનો ખુલાસો, હાથમાં બેટ પકડી શકાતુ નહોતુ છતાંય પીચ પર રહ્યો અડગ
બ્રિસબેનમાં મને ફરી થી ઇજા પહોંચી તો આંગળીમાં પિડા વધી ગઇ હતી.

Follow us on

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ ઓસ્ટ્રેલીયા (Australia) માં દર્દ સહન કરીને પણ જે રીતે બેટીંગ કરી હતી તે સરાહનીય હતી. તેણે ઇજાઓ ખમીને પણ ભારતીય ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. જેને લઇને દર્શકો અને ક્રિકેટ ચાહકો પણ તેની પર આફ્રીન થઇ ચુક્યા હતા. સિરીઝની શરુઆતમાં તેની ધીમી બેટીંગને લઇને તે પ્રશંસકોના નિશાના પર આવી ગયો હતો. પુજારાની રમતની અનેક દિગ્ગજોએ પણ આલોચના કરી હતી. પરંતુ જેમ જેમ સિરીઝનો અંત આવતો ગયો તેમ તેમ એ જ લોકો તેના ફેન બનતા નજરે ચઢ્યા હતા. પુજારાને મેલબોર્ન () માં આંગળી પર ઇજા પહોંચી હતી. તેમ છતાં પણ તેણે બાકીની બંને ટેસ્ટ મેચ રમી હતી. હાલમાં જ પુજારાએ બતાવ્યુ હતુ કે, દર્દના કારણે તેણે માત્ર ચાર આંગળીઓ થી જ બેટની પકડી શકાય એમ હતુ. જોકે આવી સ્થિતીમાં પણ તેણે હાર કબુલી નહોતી.

સિડની ટેસ્ટ (Sydney Test) મેચની પ્રથમ પારીમાં બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) મેચની બીજી પારીમાં ધીમી બેટીંને કારણે ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીત દરમ્યાન તેણે કહ્યુ હતુ કે, બેટ્સમેનના રુપમાં તમને પોતાને તો ખ્યાલ જ હોય છે કે, ટીમને તમારી પાસે શુ જરુરીયાત હોય છે. આવામાં કોઇ ફર્ક નથી પડતો કે લોકો શુ કહે છે. આંગળીમાં ઇજાને લઇને મારા માટે બેટીંગ કરવી આસાન નહોતી. હું પિડાઇ રહ્યો હતો. મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) મેચના પ્રેકટીશ સેશનમાં મને ઇજા પહોંચી હતી. સિડની અને બ્રિસબેનમાં બેટીંગ કરતા મને પરેશાની થઇ રહી હતી. હું ઢંગ થી બેટ પણ પકડી શકતો નહોતો. જ્યારે બ્રિસબેનમાં મને ફરી થી ઇજા પહોંચી તો આંગળીમાં પિડા વધી ગઇ હતી. તેમ છતાં પણ ચાર આંગળી થી બેટ પકડીને બેટીંગ કરી રહ્યો હતો. પરંતુ હંમેશાની માફક નહી, જોકે બધુ જ ઠીક રહ્યુ હતુ.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

પુજારાએ ઓસ્ટ્રેલીયા સામે ગાબામાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં 211 બોલમાં 56 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન પોતાના શરીર પર અનેક બાઉન્સર બોલને સહન કર્યા હતા. આમ છતાં તે ક્રિઝ પર અડગ થઇને ઉભો રહ્યો હતો અને ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. ટીમની જીત બાદ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ હતુ, પુજારા ટીમના યોદ્ધા છે. સિડની અને બ્રિસબેનમાં તેના પ્રદર્શનને જોઇને કહ્યુ હતુ કે, પુજ્જૂ તે એમને પરેશાન કરી દીધા. પુજારાની ધીમી બેટીંગ પુરી સિરીઝમાં ચર્ચાનો વિષય બની રહી હતી. પરંતુ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં તેના અર્ધશતકોએ બતાવી દીધુ હતુ કે ટીમમાં તેની ભૂમિકા કેવી અને કેટલી મહત્વની છે.

Next Article