World Test Championship ફાઇનલમાં કરાયો બદલાવ, પાકિસ્તાન સહિત ચાર દેશ રેસની બહાર

|

Jan 26, 2021 | 12:40 PM

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશીપ (WTC) ની ફાઇનલ મેચ આ વર્ષના જૂન માસમાં રમાનારી છે. પરંતુ આ પહેલા તેની તારીખોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ટેસ્ટ ચેમ્પિયન્સશીપની ફાઇનલ 10-14 જૂન દરમ્યાન રમાનારી હતી. ફાઇનલ મેચ લોર્ડસના ક્રિકેટ ગ્રાઉન્ડ (Lord's Cricket Ground) પર રમવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

World Test Championship ફાઇનલમાં કરાયો બદલાવ, પાકિસ્તાન સહિત ચાર દેશ રેસની બહાર
આ પગલુ IPL ની ફાઇનલ અને ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યુ છે.

Follow us on

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશીપ (WTC) ની ફાઇનલ મેચ આ વર્ષના જૂન માસમાં રમાનારી છે. પરંતુ આ પહેલા તેની તારીખોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ટેસ્ટ ચેમ્પિયન્સશીપની ફાઇનલ 10-14 જૂન દરમ્યાન રમાનારી હતી. ફાઇનલ મેચ લોર્ડસના ક્રિકેટ ગ્રાઉન્ડ (Lord’s Cricket Ground) પર રમવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલની તારીખોના ફેરફારની જાણકારી સમાચાર એજન્સી ANI દ્રારા સામે આવી છે. તેનુ કહેવુ છે કે, આ પગલુ IPL ની ફાઇનલ અને ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યુ છે. IPL 2021 ની ફાઇનલની તારીખનુ એલાન કરવાનુ હજુ બાકી છે. કોરોનાને ધ્યાને રાખીને WTCની ફાઇનલ માટે ઇંગ્લેંડ પહોંચીને ટીમે ક્વોરન્ટાઇન પણ રહેવુ પડશે.

ટીમ ઇન્ડીયા હાલમાં આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશીપના પોઇન્ટ ટેબલ પર ટોપ પર છે. ભારત બાદ ન્યુઝીલેન્ડ બીજા નંબર પર છે. 4 મેચોની સિરીઝ બાદ ભારતીય ટીમ 430 અંક ધરાવે છે. જ્યારે ન્યુઝીલેન્ડ પણ 420 પોઇન્ટ ધરાવે છે. ચેમ્પિયનશીપ અગાઉ ભારતે હજુ એક ટેસ્ટ સિરીઝ રમવાની છે, જે સિરીઝ ઇંગ્લેંડ સામે છે. જ્યારે પોઇન્ટ ટેબલ પર ત્રીજા નંબર પર રહેલ ઓસ્ટ્રેલીયાએ સાઉથ આફ્રીકાના પડકારને ઝીલવો પડે એમ છે. ઓસ્ટ્રેલીયાએ WTC ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આફ્રિકાને કોઇપણ સંજોગોમાં હરાવવુ પડશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગત વર્ષે ICC એ કોરોનાને ચાલતા ટેસ્ટ ચેમ્પિયન્સશીપના પોઇન્ટ રેટીંગ સિસ્ટમને બીજી વાર રિવાઇઝ કર્યુ છે. બદલાયેલા નિયમના અનુસાર હવે ટીમોના માટે પોઇન્ટનુ મહત્વ વધી ચુક્યુ છે. નવી સિસ્ટમમાં પોઇન્ટ પર્સેન્ટેજ મુજબ જ ટીમોને રેન્ક આપવામાં આવી રહ્યા છે.

ઇંગ્લેંડની ટીમ ટેસ્ટ ચેમ્પિયન્સશીપ ના પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. હાલમાં તેને ભારતીય ધરતી પર ટીમ ઇન્ડીયાના પડકારનો સામનો કરવાનો છે. તેના બાદ 2 ટેસ્ટની સિરીઝ ન્યુઝીલેન્ડમાં રમવાની છે. WTC ફાઇનલમાં પહોંચવાના દરવાજા પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ માટે લગભગ બંધ થઇ ગયા છે. આ તમામ ટીમો ફાઇનલની રેસ બહાર જોવા મળી રહી છે. જો તે હવે બાકી રહેલી તમામ ટેસ્ટ પણ જીતી લે તો પણ ફાઇનલમાં પહોંચી શકે તેવી સ્થિતી નથી.

Next Article