કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, કેમ નવા ભારતનુ પ્રતિનિધિત્વ કરવુ પસંદ છે

કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, કેમ નવા ભારતનુ પ્રતિનિધિત્વ કરવુ પસંદ છે

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે તેમનુ વ્યક્તિત્વ નવા ભારતના પ્રતિનિધત્વ કરે છે. જ્યા હર એક પડકારોથી લડવા માંગે છે અને વિજયી થવા માંગે છે. ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ ચાર મેચોની યોજાઇ રહી છે. ઓસ્ટ્રેલીયા સામેની ડે-નાઇટ ટેસ્ટ સીરીઝ પર સૌની નજર છે. કારણ કે ઓસ્ટ્રેલીયાની ટીમ એક પણ ડે-નાઇટ ટેસ્ટ હાર્યુ […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 17, 2020 | 9:35 AM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે તેમનુ વ્યક્તિત્વ નવા ભારતના પ્રતિનિધત્વ કરે છે. જ્યા હર એક પડકારોથી લડવા માંગે છે અને વિજયી થવા માંગે છે. ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ ચાર મેચોની યોજાઇ રહી છે. ઓસ્ટ્રેલીયા સામેની ડે-નાઇટ ટેસ્ટ સીરીઝ પર સૌની નજર છે. કારણ કે ઓસ્ટ્રેલીયાની ટીમ એક પણ ડે-નાઇટ ટેસ્ટ હાર્યુ નથી. આવામાં કેપ્ટન કોહલી કેવી રીતે તેને પાર પાડશે તેની પર તેણે નિવેદન આપ્યુ હતુ.

એક વર્ચ્યુઅલ પ્રેસ કોંન્ફરન્સમાં વિરાટ કોહલીએ આ અંગે કહ્યુ હતુ. જુઓ સૌથી પહેલા હું એમ કહેવા માંગીશ કે હું હંમેશા હું રહ્યો છુ. જે રીતે મારુ વ્યક્તિત્વ છે, તે નવા ભારતનુ પ્રતિનિધીત્વ કરે છે અને મારે માટે, એ છે કે હું એને કેવી રીતે જોઉ છુ. આ મારા માટે ઓસ્ટ્રેલીયાની માનસિકતાની સમાન હોવાની તુલનામાં નથી. તે એ છે કે અમે ક્રિકેટ ટીમના રુપે કેવી રીતે ઉભા રહેવાનુ શરુ કર્યુ છે. મારુ વ્યક્તિત્વ હંમેશા આવુ જ રહ્યુ છે અને આ નવા ભારતનુ પ્રતિનિધિત્વ છે. જ્યાં અમે ચાહીએ છીએ કે પડકારોનો સામનો કરીએ. આશાવાદ અને હકારાત્મકતા થી આગળ વધીએ.

તેણે આગળ પણ કહ્યુ, હું કેટલાક સમયથી અહી પ્રવાસ કરુ છુ. આ ક્રિકેટ રમવા માટે શાનદાર જગ્યા છે. જ્યારે આપ અહી સારુ પ્રદર્શન કરો છો તો આપ લોકોનુ સન્માન મેળવો છો. બધી જ બહારની ચીજો અમારા નિયંત્રણમાં હોતી નથી. પરંતુ અમારુ ધ્યાન ટીમના સારા પ્રદર્શન કરવા પર રહે છે. વિરાટ કોહલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમીને તે પરત ભારત ફરશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati