વિરાટ કોહલી બન્યો પિતા, અનુષ્કા શર્માએ દીકરીને આપ્યો જન્મ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પિતા બની ગયા છે. કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma) દીકરીને જન્મ આપ્યો છે.

Virat Kohli And Anushka Sharma (File Image)
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પિતા બની ગયા છે. કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma) દીકરીને જન્મ આપ્યો છે. કોહલીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. તેમને જણાવ્યું કે 11 જાન્યુઆરીએ બપોરે એક દીકરીનો પિતા બન્યો, અનુષ્કા અને દીકરી બંને સ્વસ્થ છે. તમામ લોકોનો આભાર. કોહલીએ આ અવસરે પોતાના પરિવાર માટે થોડી પ્રાઈવસી પણ માંગી છે.
— Virat Kohli (@imVkohli) January 11, 2021