Breaking News : રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત શર્માએ 2013 માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 2019 માં ટીમ ઈન્ડિયાનો ઓપનર બન્યો હતો, ત્યારબાદ તે ટીમમાં કાયમી સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો. 2022 માં, તેને ટેસ્ટ ટીમની કમાન મળી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ સિલેક્શન પહેલઆ રોહિતે પોસ્ટ કરી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Breaking News : રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
| Updated on: May 07, 2025 | 8:25 PM

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર અને બે ફોર્મેટમાં કેપ્ટન રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હિટમેન તરીકે જાણીતા રોહિતે બુધવાર, 7 મેના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લાંબા ફોર્મેટના ક્રિકેટને અલવિદા કહ્યું હતું. રોહિતની નિવૃત્તિના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે પસંદગી સમિતિએ તેમને ટેસ્ટ ટીમના કેપ્ટન પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેને ટીમમાં સ્થાન મળવાની કોઈ શક્યતા દેખાતી ન હતી.

રોહિતે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી

રોહિતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ શેર કરી, જેમાં તેણે તેના ટેસ્ટ કેપ નંબર 280 નો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું, “હું તમને બધાને કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સફેદ કપડા પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. આટલા વર્ષોથી તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર.” જોકે, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિતે સ્પષ્ટ કર્યું કે તે હાલ માટે ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું, “હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.”

ટેસ્ટમાં રોહિતના ભવિષ્ય અંગે ઉઠયા હતા સવાલ

છેલ્લા કેટલાક મહિનાઓથી, ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ખાસ કરીને તેની કેપ્ટનશીપ જોખમમાં હતી. ગયા વર્ષે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટીમના 0-3થી ક્લીન સ્વીપ અને પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ રોહિત માટે કેપ્ટન તરીકે ચાલુ રહેવું મુશ્કેલ લાગતું હતું. જોકે, રોહિતને આશા હતી કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે અને ટીમનું નેતૃત્વ કરશે. પરંતુ મંગળવાર, 6 મેના રોજ, પસંદગી સમિતિએ તેમને કેપ્ટનશીપ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો, જેના વિશે BCCI ને પણ જાણ કરવામાં આવી હતી.

રોહિતે ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહ્યું

આવી સ્થિતિમાં, રોહિત માટે ટીમમાં પસંદગી થવી અશક્ય બની ગઈ હતી કારણ કે તેનું બેટ છેલ્લા એક વર્ષથી આ ફોર્મેટમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યું હતું. આવી સ્થિતિમાં, ‘હિટમેન’ એ આ ફોર્મેટને અલવિદા કહેવાની જાહેરાત કરી. રોહિતે 2013 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. તેણે આગલી ટેસ્ટમાં પણ સદી ફટકારીને એક ખાસ સિદ્ધિ હાંસલ કરી. જોકે, આ પછી, આગામી 6 વર્ષ સુધી, તે આ ફોર્મેટમાં સંઘર્ષ કરતો રહ્યો અને ટીમમાં અંદર-બહાર થતો રહ્યો.

 

67 ટેસ્ટમાં 4301 રન, 12 સદી

પરંતુ 2019 માં, દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં, રોહિતને આ ફોર્મેટમાં પહેલીવાર ઓપનર બનાવવામાં આવ્યો અને અહીંથી તેની કારકિર્દી બદલાઈ ગઈ. રોહિતે પહેલી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી અને પછી ત્રીજી ટેસ્ટમાં પણ બેવડી સદી ફટકારી હતી. ત્યારથી, રોહિત ટીમનો ઓપનર હતો અને તેણે ઘણી ઉત્તમ ઈનિંગ્સ રમી. ત્યારબાદ 2022 માં, વિરાટ કોહલીના રાજીનામા પછી, રોહિતને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. રોહિતે કુલ 67 ટેસ્ટ મેચ રમી, જેમાં તેના બેટથી 4301 રન બનાવ્યા. તેણે 40.57 ની સરેરાશથી આ રન બનાવ્યા અને આ દરમિયાન તેણે 12 સદી અને 18 અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો: Breaking News : મહેસાણાના ખેલાડીની ધોનીની ટીમમાં એન્ટ્રી, 28 બોલમાં સદી ફટકારનાર ગુજરાતી ક્રિકેટરને CSK એ ટીમમાં કર્યો સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:45 pm, Wed, 7 May 25