Breaking News : અંગક્રિશ રઘુવંશીએ ગુસ્સામાં શું કર્યું? આ 4 ખેલાડીઓ જેવી જ સજા મળી

લખનૌ સુપર જાયન્ટ્સ સામે આઉટ આપવામાં આવ્યા બાદ અંગક્રિશ રઘુવંશી નારાજ હતો. તેને Obstructing the Field બદલ આઉટ આપવામાં આવ્યો હતો.તો ચાલો જોઈએ અંગક્રિશ રઘુવંશીને શું સજા મળી છે.

Breaking News : અંગક્રિશ રઘુવંશીએ ગુસ્સામાં શું કર્યું? આ 4 ખેલાડીઓ જેવી જ સજા મળી
| Updated on: Apr 27, 2026 | 12:49 PM

Angkrish Raghuvanshi Fined: કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીની સાથેએ જ થયું જેનો તેને ડર હતો. તેમણે મેચ દરમિયાન ગુસ્સો દેખાડ્યો હતો. હવે આને લઈ તેને સજા મળી છે. સજા તરીકે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે તેને ખાતામાં 1 ડિમેરિટ અંક પણ જોડવામાં આવ્યો છે. અંગક્રિશ રઘુવંશી લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ પોતાના આઉટ થવાથી નારાજ હતો. તેમણે ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડના કારણે આઉટ આપવામાં આવ્યો હતો. તેમણે ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આપવામાં આવતા સોશિયલ મીડિય પર ચર્ચાઓ શરુ થઈ હતી પરંતુ અંગક્રિશ રઘુવંશીનો ગુસ્સો રેફરીને પસંદ આવ્યો ન હતો.

ગુસ્સામાં અંગક્રિશે શું કર્યું?

LSG વિરુદ્ધ ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આપવામાં આવતા અંગક્રિશ રઘુવંશીએ ગુસ્સામાં તો પહેલા બાઉન્ડ્રી લાઈન પર ગુસ્સામાં બેટ પછાડી નારાજગી અમ્પાયર વિરુદ્ધ દેખાડી હતી. ત્યારબાદ તેમણે ડગ આઉટમાં જોઈ પોતાનું હેલમેટ ઉતારી ગુસ્સામાં ફેંક્યું હતુ. અમ્પાયરના આ નિર્ણય વિરુદ્ધ તેના આ રિએક્શનને જોઈ મેચ રેફરીએ તેને સજા સંભળાવી છે.

અંગક્રિશ રઘુવંશીને શું સજા મળી?

અંગક્રિશ રઘુવંશીને આઈપીએલના કોડ ઓફ કંડક્ટ હેઠળ લેવલ 1 દોષી સાબિત થયો છે. આ કારણે તેને દંડ તરીકે મેચ ફીમાં 20 ટકા કાપ કરવામાં આવ્યો છે. આ સિવાય 1 ડિમેરિટ એક પણ તેના ખાતામાં જોડાયો છે.

આ 4 ખેલાડીઓને મળી સજા

કેપ્ટનને છોડી અંગક્રિશ રઘુવંશી 5મો ખેલાડી છે. જેના પર આઈપીએલ 2026 દરમિયાન દંડ લાગ્યો છે. તેની પહેલા નીતિશ રાણા,ટીમ ડેવિડ, અભિષેક શર્મા અને નાંદ્રે બર્ગર પર પણ દંડ લાગી ચૂક્યો છે. આઈપીએલના નિયમ ઉલ્લંધનના કારણે નીતિશ રાણા,ટીમ ડેવિડ અને અભિષેક શર્માને તેમને દરેકની મેચ ફીમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને એક ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો હતો.

શું છે ઓબ્સટ્રક્ટિંગ ધ ફીલ્ડ ?

ઓબ્સટ્રક્ટિંગ ધ ફીલ્ડએ ક્રિકેટમાં આઉટ થવાની એક દુર્લભ પદ્ધતિ છે. આ કિસ્સામાં, બેટ્સમેન ઇરાદાપૂર્વક ફિલ્ડિંગ ટીમને કેચ લેવા, રન આઉટ કરવા અથવા બોલને હેન્ડલ કરવાથી અવરોધ કરે છે. જેમાં બોલને રોકવા માટે દોડતી વખતે ઇરાદાપૂર્વક દિશા બદલવા, ફિલ્ડરોનું ધ્યાન ભંગ કરવા અથવા ઇરાદાપૂર્વક બોલને દૂર મારવાનો સમાવેશ થાય છે.

IPL 2024 : જાણો કોણ છે 18 વર્ષનો અંગક્રિશ રઘુવંશી, જેણે પોતાની સફળતાનો શ્રેય આ વ્યક્તિને આપ્યો અહી ક્લિક કરો

 

Published On - 12:32 pm, Mon, 27 April 26

Follow Us