AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND vs NEP : ક્વાર્ટર ફાઈનલમાં નેપાળને હરાવી ટીમ ઈન્ડિયા એશિયન ગેમ્સ 2023ની સેમીફાઈનલમાં પહોંચ્યું

ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ ગૌરવ સાથે સેમી ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સ 2023ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને હરાવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે અને પ્રથમ વખત તેમણે ગોલ્ડ મેડલ તરફ એક પગલું ભર્યું છે.

Breaking News : IND vs NEP : ક્વાર્ટર ફાઈનલમાં નેપાળને હરાવી ટીમ ઈન્ડિયા એશિયન ગેમ્સ 2023ની સેમીફાઈનલમાં પહોંચ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 10:36 AM
Share

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) ની પુરૂષ ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે નેપાળને 23 રને હરાવી સેમી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા (Team India) ની આ જીતનો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો. યશસ્વીએ 49 બોલમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) અને આવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

નેપાળ મેચ હાર્યું પણ દિલ જીત્યું

એશિયન ગેમ્સ 2023ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવ્યું. ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને 20 ઓવરમાં 202 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ જીતના લક્ષ્યાંકથી દૂર રહી હતી. જોકે, આ મેચ અપેક્ષા મુજબ એકતરફી રહી ન હતી. નેપાળ ભલે મેચ જીતી શક્યું ન હતું, પરંતુ તેમની જીત માટેના પ્રયાસોથી ચોક્કસપણે દરેકના દિલ જીતી લીધા હતા.

નેપાળની લડાયક બેટિંગ

ભારતે આપેલા 203 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમે ઝડપી શરૂઆત કરી હતી. જો કે, તેની ઝડપી શરૂઆતને અવેશ ખાને રોકી હતી. અવેશ ખાને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી નેપાળની વિકેટો નિયમિત અંતરે પડતી રહી. પરંતુ, આ સમય દરમિયાન તેમણે પોતાની લડાઈની ભાવના છોડી ન હતી. નેપાળના દરેક બેટ્સમેનોએ ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ભારતે સ્કોર બોર્ડ પર એટલા રન છોડી દીધા હતા કે તેમાંથી બહાર નીકળવું નેપાળ માટે સરળ નહોતું.

બિશ્નોઈ અને આવેશ સફળ બોલર

ભારતે આ મેચમાં 6 બોલરો અજમાવ્યા હતા, જેમાંથી રવિ બિશ્નોઈ અને આવેશ ખાન સૌથી સફળ રહ્યા હતા. બંનેને 3-3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ડેબ્યૂ કરનાર સાઈ કિશોરે મેચમાં 1 વિકેટ લીધી હતી, સાથે જ 3 કેચ પણ લીધા હતા.

આ પણ વાંચો : Yashasvi Jaiswal : 15 છગ્ગા-ચોગ્ગાની મદદથી તોફાની સદી, યશસ્વી જયસ્વાલે T20માં રચ્યો ઈતિહાસ

ભારતના બેટ્સમેનોની મજબૂત બેટિંગ

આ પહેલા ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં તેણે 7 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. યશસ્વી સિવાય રિંકુ સિંહે પણ શાનદાર ઈનિંગ રમી હતી, તેણે 15 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">