Breaking News: GT vs RCB: 4, 4, 4, 4, 4, એક જ ઓવરમાં કોહલીએ જડ્યા 5 ચોગ્ગા, જોતો રહી ગયો રબાડા

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં, વિરાટ કોહલીએ કાગીસો રબાડાની એક જ ઓવરમાં સતત પાંચ ચોગ્ગા ફટકારીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. કોહલીની આ ઇનિંગે રબાડાની લયને બગાડી નાખી અને બેંગલુરુને એક વિસ્ફોટક શરૂઆત અપાવી છે.

Breaking News: GT vs RCB: 4, 4, 4, 4, 4, એક જ ઓવરમાં કોહલીએ જડ્યા 5 ચોગ્ગા, જોતો રહી ગયો રબાડા
| Updated on: Apr 30, 2026 | 8:56 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન પોતાના ફોર્મની એટલી શાનદાર ઝલક દેખાડી કે કાગીસો રબાડા જેવો તુફાની બોલર પણ તેની સામે લાચાર દેખાયો. કોહલીએ ઈનિંગની બીજી જ ઓવરમાં રબાડાને ક્લાસ લેત હોય તેમ 5 બોલમાં 5 ચોગ્ગા ફટકારી દીધા. આ દરમિયાન કોહલીના બેટમાંથી ક્લાસ, પાવર અને ટાઈમિંગનું અદ્દભૂત પકડ જોવા મળી.

પહેલાથી પાંચમા બોલ સુધી દરેક બોલ પર ચોગ્ગા

જ્યારે કાગીસો રબાડા ઈનિંગની બીજી ઓવર નાખવા માટે આગળ આવ્યો ત્યારે તેને સપનેય અંદાજ નહીં હોય કે કોહલી આજે કેવા મૂડમાં છે. કોહલીએ રબાડાની પહેલી જ બોલથી પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા, મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. બીજા જ બોલ પર, તેણે વાઇડ મિડ-ઓફ પર એક ઉંચો શોટ રમ્યો, જેનાથી સતત બે બાઉન્ડ્રી લાગી. ત્યારબાદ રબાડાએ તેના ત્રીજા બોલ માટે શોર્ટ-ઓફ-એ-લેન્થ બોલ ફેંક્યો, પરંતુ કોહલીએ તે મોડો રમ્યો, તેને બાઉન્ડ્રી રોપ પાર કરીને ડીપ પોઈન્ટ તરફ દોરી ગયો અને ચોગ્ગાની હેટ્રિક પૂર્ણ કરી.

રબાડાની રફ્તાર પર કોહલીને પ્રહાર

સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા બાદ રબાડાએ ચોથા બોલમાં દિશા બદલવાનો પ્રયાસ કર્યો પરંતુ કોહલીએ બેક ઓફ લેંથ બોલને કટ કરતા થર્ડ મેનની દિશામાં ચોથો ચોગ્ગો જડી દીધો. રબાડા સંપૂર્ણપણે દબાણમાં દેખાવા લાગ્યો અને પાંચમો બોલ તેણે ઓફ સ્ટમ્પની બહાર પિચ કર્યો, તો તેના પર કોહલીએ તેનો સિગ્નેચર કવર ડ્રાઈવ રમ્યો. બોલ ગોળીની જેમ કવર્સ બાઉન્ડ઼્રીની બહાર ગયો અને આ પ્રકારે કોહલીએ રબાડાની ઓવરમં 5 ચોગ્ગા ફટકાર્યા.

વર્લ્ડ ક્લાસ બોલર સામે કોહલીનો પાવર પંચ

વિરાટ કોહલી અને કાગીસ રબાડા વચ્ચેની રમત હંમેશા રસાકસીથી ભરેલી હોય છે પરંતુ આજે કોહલીએ રબાડાને એકપણ મોકો ન આપ્યો. કોહલી એ રબાડાની દરેક ચાલનો જવાબ તેના શાનદાર શોટ્સથી આપ્યો. ચાહે એ શોર્ટ બોલ પર પુલ હોય કે લેંથ બોલ પર ડ્રાઈવ કે પછી ચાલાકીથી કરેલો કટ શોટ. કોહલીએ મેદનની ચારેબાજુથી રન લીધા. રબાડાની એ ઓવરમાં કોહલીએ 21 રન કર્યા. જેનાથી બેંગલોરને પાવર પ્લેમાં તોફાની શરૂઆત અપાવી.

 

Published On - 8:37 pm, Thu, 30 April 26

Follow Us