AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વર્લ્ડ કપ વચ્ચે ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન

બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 273 વિકેટ ઝડપી હતી. બેદીને ભારતીય ટેસ્ટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં ગણવામાં આવે છે. તેણે પોતાના દમ પર દેશ માટે ઘણી મેચો જીતી હતી.

Breaking News: વર્લ્ડ કપ વચ્ચે ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન
| Updated on: Oct 23, 2023 | 4:17 PM
Share

ભારતના મહાન સ્પિનર ​​બિશન સિંહ બેદીનું નિધન થયું છે. બેદી 77 વર્ષના હતા. બિશન સિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પણ હતા અને તેમણે 250 થી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી. બેદીએ 1967 થી 1979 વચ્ચેના 12 વર્ષમાં ભારત માટે 67 ટેસ્ટ મેચ અને 10 ODI મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ઘણી મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી.બિશન સિંહ બેદી (Bishan Singh Bedi )એ 1967માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લી ટેસ્ટ 1979માં રમી હતી.

બેદીનું અવસાન ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત

તેણે કેટલીક મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. તેની ગણતરી ભારતના મહાન સ્પિનરોમાં થાય છે. તે 1975 અને 1979 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ હતા.બેદીનું અવસાન ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત છે કારણ કે તે સ્પિનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ અને સૌથી મોટું નામ હતું જેણે વિશ્વભરના બેટ્સમેનો માટે માથાનો દુખાવો બન્યો હતો.પંજાબ માટે ક્રિકેટ કરિયરની શરુઆત કરનાર બિશન સિંહ બેદી મોટાભાગનો સમય દિલ્હીની રણજી ટીમ સાથે પસાર કર્યો હતો. બિશન સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર અંદાજે 12 વર્ષનું રહ્યું છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

બિશન સિંહ બેદીની ક્રિકેટ કારકિર્દી

  1. ટેસ્ટ મેચ- 67, વિકેટ- 266
  2. ODI મેચ-10, વિકેટ-7
  3. ફર્સ્ટ ક્લાસ મેચ- 370, વિકેટ- 1560

બિશન સિંહ બેદીના નિધનને લઈ અમિત શાહે કર્યું ટ્વિટ

પુત્ર અને વહુ છે બોલિવુડ સ્ટાર

તમને જણાવી દઈએ કે, બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી બોલિવુડ અભિનેતા છે. તેમે અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે સાથે વેબસિરીઝમાં પણ જોવા મળી ચૂક્યો છે. તેમની પત્ની નેહા ધુપિયા ભારતની મોટી સ્ટાર છે.તેણે 31 ડિસેમ્બર 1966ના રોજ ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી અને 1979માં ઈંગ્લેન્ડ સામે તેની છેલ્લી ટેસ્ટ રમી. આ સમયગાળા દરમિયાન, તેણે 67 ટેસ્ટ મેચમાં ભારત માટે 266 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : Hangzhou Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">