
IND vs SL Semifinal, Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં પુરુષોની ક્રિકેટ ઇવેન્ટની સેમિફાઇનલમાં ભારત અને શ્રીલંકા એકબીજા સામે ટકરાય હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 169 રન બનાવ્યા. શ્રીલંકાને મેચ જીતવા માટે 170 રન બનાવવાની જરૂર હતી. ટીમ ઇન્ડિયા માટે ઇશાન કિશને 46 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી. આજની મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે. આ જીત સાથે ફાઇનલમાં પહોંચી ગઈ છે, અહી તેનો સામનો ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે થશે.
ભારત પુરુષ ક્રિકેટે સેમિફાઈનલ જીતી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને ટી20 ક્રિકેટમાં સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ કરી હતી. શ્રીલંકાને હરાવવાની સાથે ભારતીય ટીમે ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. ભારતીય ટીમ હવે ગોલ્ડ મેડલ મેચ રમશે. અહી તેમનો સામનો પાકિસ્તાન સામે થશે. પાકિસ્તાને પહેલી સેમિફાઈનલ મેચમાં બાંગ્લાદેશને હરાવી પહેલી વખત એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ માટે એન્ટ્રી કરી છે.
ભારતે શ્રીલંકાની સામે 170 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. તેનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ટી20માં સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકાએ ભારત વિરુદ્ધ માત્ર 45 રન બનાવ્યા હતા. જે ટી20 ઈન્ટરનેશનલમાં તેનો સૌથી નાનો સ્કોર છે. આ પહેલા ટી20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકાએ સૌથી નાનો સ્કોર 7બ બનાવ્યો હતો. જે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2024માં હતો.
જો ભારતીય બોલરની વાત કરીએ તો. જસપ્રીત બુમરાહે 2 ઓવરમાં 7 રન આપી 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે,2, અભિષેક શર્માએ પણ 2 વિકેટ લીધી હતી. 1 વિકેટ રવિ બિશ્નોઈએ લીધી હતી.ઈશાન કિશને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ 21 બોલમાં 38 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા અને સંજુ સેમસન 7 રન બનવી આઉટ થયા હતા. શ્રેયસ અય્યર 13 રન, અક્ષર પટેલ 8 રન અને તિલક વર્માએ 2 રન ,શિવમ દુબે 3 અને વોશિગ્ટન સુંદરે 7 રન બનાવ્યા હતા.
Published On - 12:43 pm, Thu, 1 October 26