BCCI પ્રમુખ રોજર બિન્ની પાકિસ્તાન પહોંચ્યા, અટારી-વાઘા બોર્ડર પર કરાયું ઉષ્માભર્યું સ્વાગત
રોજર બિન્ની અને રાજીવ શુક્લા પાકિસ્તાનમાં એશિયા કપની મેચો જોશે. તેઓ લાહોરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે ડિનર પણ લેશે. સરહદ પર પાકિસ્તાન (Pakistan) દ્વારા રોજર બિન્ની અને રાજીવ શુક્લાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. BCCI પ્રમુખ 2 દિવસના પાકિસ્તાન પ્રવાસે ગયા છે. તેઓ 7 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. પાકિસ્તાનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
BCCI પ્રમુખ રોજર બિન્ની એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. તેઓ અટારી થઈને પાકિસ્તાન પહોંચ્યા હતા. અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન દ્વારા રોજર બિન્ની (Roger Binny) નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના 2 દિવસના ઐતિહાસિક પ્રવાસ દરમિયાન તેઓ મેચ પણ જોશે. મુંબઈ આતંકવાદી હુમલા પછી પહેલીવાર ભારતીય ક્રિકેટ પ્રતિનિધિમંડળ પાકિસ્તાન (Pakistan) ની ધરતી પર ઉતર્યું છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંને દેશ હાલમાં ચાલી રહેલ એશિયા કપ 2023ના સંયુક્ત યજમાન છે.
BCCI પ્રમુખ રોજર બિન્ની પાકિસ્તાન પહોંચ્યા
માનવામાં આવી રહ્યું છે કે રોજર બિન્ની અને રાજીવ શુક્લા લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 2 મેચ જોશે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 5 સપ્ટેમ્બરે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ પછી પાકિસ્તાનની ટીમ સુપર ફોરની પ્રથમ મેચ રમશે અને તેને બાંગ્લાદેશ તરફથી પડકાર મળી શકે છે. BCCIના અધિકારીઓ લાહોરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સત્તાવાર ડિનરમાં હાજરી આપશે. એશિયા કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના બોર્ડ મેમ્બર્સ પણ આ ડિનરમાં હાજરી આપશે.
Mr Zaka Ashraf and BCCI delegation’s media talk in Lahore.
Chairman PCB Management Committee Mr Zaka Ashraf media talk ➡️ https://t.co/vUSZ06pyed
BCCI President Roger Binny media talk ➡️ https://t.co/G9KrDCYN5g
BCCI Vice-President Rajiv Shukla media talk ➡️… pic.twitter.com/8Lz2VizWo5
— Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023
પાકિસ્તાને આમંત્રણ મોકલ્યું હતું
પાકિસ્તાન જતા પહેલા રોજર બિન્ની અને રાજીવ શુક્લાએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોઈ હતી, જે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCIના અધિકારીઓને એશિયા કપની મેચોમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. જેનો બોર્ડે સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાન 15 વર્ષમાં પ્રથમ વખત બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. છેલ્લે પાકિસ્તાને 2008માં એશિયા કપની યજમાની કરી હતી.
આ પણ વાંચો : Asia Cup 2023: ટીમ ઈન્ડિયાએ તોડી ખરાબ ફિલ્ડિંગની હદ, નેપાળ સામે 21 બોલમાં 3 કેચ છોડ્યા, જુઓ Video
હાઈબ્રિડ મોડલ પર ટુર્નામેન્ટનું આયોજન
અગાઉ એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી, પરંતુ BCCIએ સ્પષ્ટ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. જે બાદ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનની સાથે શ્રીલંકા પણ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. એશિયા કપની ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં જ રમાશે.