Boxing Tournament: મેરિકોમ સહિતની ચાર મહિલા બોક્સર સેમિફાઇનલમાં પહોંચી, મેડલ નિશ્વિત કર્યા

|

Mar 04, 2021 | 6:01 PM

સ્પેન (Spain) માં રમાઇ રહેલી બોક્સમ ઇંટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ (Boxham International Boxing Tournament) માં મેરિકોમ (Maricom) એ મેડલ નિશ્વિત કરી લીધો છે.

Boxing Tournament: મેરિકોમ સહિતની ચાર મહિલા બોક્સર સેમિફાઇનલમાં પહોંચી, મેડલ નિશ્વિત કર્યા
Maricom.

Follow us on

સ્પેન (Spain) માં રમાઇ રહેલી બોક્સમ ઇંટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ (Boxham International Boxing Tournament) માં મેરિકોમ (Maricom) એ મેડલ નિશ્વિત કરી લીધો છે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન (World Champion) મેરિકોમ સહિત ચાર બોક્સરો મેડલ માટે નિશ્વિત થયા છે. મેરિકોમ ઉપરાંત જાસમિન, સિમરન કોર અને પૂજા રાની સેમિફાઇનલમાં પ્રવેશી ચુક્યા છે.

મેરીકોમ એ ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલવી જિયોર્ડાના સોરેંટિનોને હરાવી હતી. મેરિકોમનો ઓલંપિંક ક્વોટા મેળવ્યા બાદ તેની આ પહેલા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે. મેરિકોમને આ ટુર્નામેન્ટમાં સીધો જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો. 57 કિલો વેટમાં હરિયાણાની બોક્સર જાસ્મિન એ યુએસએની બોક્સર એંડ્રિયા મદિનાને 5-0 થી હરાવી હતી. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવનારી સિમરનજીત કોર એ સ્પેનની યુઝેનિયા એલ્બંસ ને 5-0 થી હરાવી હતી. એશિયાઇ ચેમ્પિયન પૂજા રાનીએ ઇટાલીની અસુન્ટા કેન્ફોરાની સામે જીત મેળવી હતી. લોવિના બોર્ગાહિન અને મનિષાને ક્વાર્ટર ફાઇનલમાં હાર સહવી પડી હતી.

વર્લ્ડ ચેમ્પિયન બ્રોન્ઝ મેડલીસ્ટ મનિષ કૌશિક અને મહંમદ હસમુદ્દીન પણ પોતાની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. મનિષ એ 63 કિલો વર્ગમાં સ્પેન ના અમારી રાડુઆનને 5-0 થી હરાવ્યો હતો. આમ તેણે ટોપ 8માં સ્થાન મેળવ્યુ હતુ. તે એક વર્ષ બાદ ઇજાને લઇને લીંગમાં પરત ફર્યો છે. તે ઘુંટણની ઇજાને લઇને પરેશાન હતો. હસમુદ્દીન એ 57 કિલોમાં જોન મેન્યુઅલ ટોરિસ ને 4-1 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ટુર્નામેન્ટમાં ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાઇ કરી ચુકેલા 9 બોક્સર સહિત ભારતના 14 મુક્કાબાજો હિસ્સો લઇ રહ્યા છે. જેમાં આઠ પુરુષ અને 6 મહિલા સામેલ છે. આ ટુર્નામેન્ટમાં રશિયા, યુએસએ, કઝાકિસ્તાન, ઇટાલી અને સ્પેન સહિત 17 દેશોના બોક્સર ભાગ લઇ રહ્યા છે.

Next Article