ભારતીય ઝડપી બોલર સિરાઝ અને બુમરાહ પર ઓસ્ટ્રેલીયાનું મિડીયા ઓળઘોળ, સ્પોર્ટસમેન સ્પિરીટ પર થયા ફીદા

|

Dec 13, 2020 | 8:55 AM

ભારતીય ઝડપી બોલર મહંમદ સિરાઝ સિડનીમાં બીજી પ્રેકટીસ મેચ ચાલી રહી છે. મેચના શરુઆતના દિવસે જ ઓસ્ટ્રેલીયન ટીમના કેમરન ગ્રીનને માથામાં બોલ વાગ્યો હતો. જે જોઇને તુરત જ બેટને પીચ પર છોડી સિરાઝ તુરત જ તેની પાસે દોડી ગયો હતો. ગ્રીન પાસે પહોંચીને તેની સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. જેને લઇને હવે તેની ઓસ્ટ્રેલીયાના મિડીયા […]

ભારતીય ઝડપી બોલર સિરાઝ અને બુમરાહ પર ઓસ્ટ્રેલીયાનું મિડીયા ઓળઘોળ, સ્પોર્ટસમેન સ્પિરીટ પર થયા ફીદા

Follow us on

ભારતીય ઝડપી બોલર મહંમદ સિરાઝ સિડનીમાં બીજી પ્રેકટીસ મેચ ચાલી રહી છે. મેચના શરુઆતના દિવસે જ ઓસ્ટ્રેલીયન ટીમના કેમરન ગ્રીનને માથામાં બોલ વાગ્યો હતો. જે જોઇને તુરત જ બેટને પીચ પર છોડી સિરાઝ તુરત જ તેની પાસે દોડી ગયો હતો. ગ્રીન પાસે પહોંચીને તેની સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. જેને લઇને હવે તેની ઓસ્ટ્રેલીયાના મિડીયા દ્રારા ખૂબજ તારીફ કરાઇ રહી છે. ગ્રીન બોલીંગ કરી રહ્યો હતો ને એ વેળા બુમરાહનો સ્ટેટ ડ્રાઇવ શોટ તેના માથામાં વાગ્યો હતો. તે કેચ રુપે તેને ઝડપવાના પ્રયાસ કરવા જતા જ બોલ સીધો જ તેના માથા પર વાગ્યો હતો. બુમરાહ પણ એટલી જ ઝડપથી ગ્રીન પાસે દોડી આવ્યો હતો.

ઓસ્ટ્રેલીયાઇ મિડીયા દ્રારા પ્રવાસ પર રહેલી ટીમ ઇન્ડીયાના આ ખેલાડીને ખૂબ જ વખાણ્યો છે. 9ન્યુઝ ઓસ્ટ્રેલીયાએ પણ ટ્વીટ કર્યુ છે કે, ભારતીય ક્રિકેટર મહંમદ સિરાઝની મેચ દરમ્યાનની ભાવનાની પ્રસંશા કરાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેમરન ગ્રીનને મદદ કરવાની તેની ખેલ ભાવના પ્રશંસાને પાત્ર છે. abc.net.au એ કહ્યુ હતુ કે, નોન-સ્ટ્રાઇકર છેડા પર ઉભેલા સિરાઝ અને અંપાયર ગેરાર્ડ ઓલરાઉન્ડરને જોવા દોડી ગયા હતા. બુમરાહે પણ થપથપાવીને તેને આશ્વત કર્યો હતો કે તે ઠીક છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Cricket.com.au એ લખ્યુ હતુ કે નોન-સ્ટ્રાઇકર છેડા પર ઉભેલા મહંમદ સિરાજે બેટ છોડી દીધુ હતુ. તરત જ તે ઇજા પામેલા બોલરને જોવા માટે ભાગ્યો હતો. સિરાજની આ પ્રતિક્રિયાની ઇન્ટરનેટ પર ખૂબ પ્રશંસા થઇ રહી છે. તેની ખેલ ભાવનાને લોકો પણ ખૂબ જ તારીફ કરી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યુ હતુ કે, સિરાઝે શાનદાર કાર્ય કર્યુ છે. તેમણે રનની ચિંતા ના કરી અને બેટ છોડી દીધુ. દોડીને ગ્રીનને જોઇને સર્વશ્રેષ્ઠ ખેલ ભાવના  દેખાડી છે. બીસીસીઆઇ એ પણ ગ્રીનની ઇજાની ઘટનાનો ફોટો શેર કર્યો હતો. બીસીસીઆઇએ પણ ટ્વીટ કરીને સીરાઝની ખેલ ભાવનાને વખાણી હતી.

https://twitter.com/ChloeAmandaB/status/1337299758008860673?s=20

https://twitter.com/BCCI/status/1337306132163878912?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article