ભારતીય ક્રિકેટના નવા ઉભરતા સ્ટારે કહ્યુ, હું ખુદને દોષ આપી રહ્યો હતો, ત્યારે જ ધોનીએ આવીને મને આઝાદ કરી દીધો

|

Nov 13, 2020 | 11:45 PM

મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધારે સારો અને સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે. ટી-20 વિશ્વકપ હોચ કે વન ડે વિશ્વકપ કે પછી ચેમ્પિયન્સ ટ્રોફી આ તમામ ખિતાબ ધોની જીતી ચુક્યો છે. એટલે સુુધી કે ભારતીય પ્રિમીયર લીગમાં પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને રેકોર્ડ આઠ વાર ફાઈનલમાં પહોચાડી શકવામાં સફળ થયો હતો. જેમાં ત્રણ વાર ટ્રોફી […]

ભારતીય ક્રિકેટના નવા ઉભરતા સ્ટારે કહ્યુ, હું ખુદને દોષ આપી રહ્યો હતો, ત્યારે જ ધોનીએ આવીને મને આઝાદ કરી દીધો

Follow us on

મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધારે સારો અને સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે. ટી-20 વિશ્વકપ હોચ કે વન ડે વિશ્વકપ કે પછી ચેમ્પિયન્સ ટ્રોફી આ તમામ ખિતાબ ધોની જીતી ચુક્યો છે. એટલે સુુધી કે ભારતીય પ્રિમીયર લીગમાં પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને રેકોર્ડ આઠ વાર ફાઈનલમાં પહોચાડી શકવામાં સફળ થયો હતો. જેમાં ત્રણ વાર ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. જ્યારે પણ યુવા ખેલાડીઓને પ્રેરણાની જરુર હોય છે, ત્યારે મહેન્દ્રસિંહ ધોની તેમના માટે સંકટ મોચક તરીકે આગળ આવે છે. આઈપીએલ 2020માં પોતાના પ્રદર્શનથી દીલ જીતવાવાળા યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડે પણ આવા જ એક કિસ્સાનો ખુલાસો કર્યો છે.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચેન્નાઇ સુપર કિંગ્સના ઓપનર ઋુતુરાજ ગાયકવાડે જણાવ્યું કે, ધોનીના શબ્દોએ તેના વિચાર અને જીંદગી બદલી નાંખી છે. હું જાણતો હતો કે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોટો પડકાર હતો. હું પોતે પણ જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પૈટીસન્સ જેવા બોલરો સામે રમવા માટે તૈયાર કરી રહ્યો હતો પણ મને લાગે છે કે મારા આઉટ થવાને લઈને ટીમની શરુઆત જ બગડી ગઈ હતી અને અમે ફક્ત 114 રન જ કરી શક્યા હતા. હું પોતે ખુદને આ માટે દોષ આપી રહ્યો હતો કે ટીમને સારી શરુઆત કરી શકાવી નહોતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઋતુરાજે આગળ બતાવ્યુ હતુ કે, બેટથી ખરાબ પ્રદર્શનની અસર મેચ દરમ્યાન ફિલ્ડીંગ પર પણ પડી હતી. હું ક્યારેય નિયમીત રીતે કેચ છોડતો નથી કે ના હું મારા પગ તળેથી બોલને પસાર થવા દઉ છુ. પરંતુ તે મેચમાં એવુ થયુ હતુ. આનાથી એ વાત સાબિત થઈ રહી હતી કે મારો આત્મવિશ્વાસ ખુબ જ ઓછો થઈ ગયો હતો. ત્યારે જ ધોની મારી પાસે આવ્યા હતા અને મને કહ્યુ હતુ કે, અમે તારી પર કોઈ જ દબાણ બનાવવા નથી માગંતા, પરંતુ અમને તારાથી આશાઓ છે. હું ફક્ત એટલુ જ કહેવા માંગુ છુ કે, તુ આગળની ત્રણેય મેચ રમીશ ભલે તુ એક પણ રન બનાવે કે ના બનાવે. આ ત્રણ મેચો દરમ્યાન તેની મજા લેવાની કોશિશ કર અને પ્રદર્શન પર દબાણ ના લાવીશ.

ઋતુરાજ ગાયકવાડે બતાવ્યુ કે ધોનીની આ વાતચીત બાદ મારા વિચાર એકદમ બદલાઈ ગયા હતા. આ વાતચીત પહેલા હું વિચારતો હતો કે આઈપીએલમાં મારી પ્રથમ બાઉન્ડ્રી કેવી રીતે લગાવીશ. મારુ પ્રથમ પ્રભાવશાળી પ્રદર્શન શું હશે જેવા વિચારો આવતા હતા. પરંતુ ધોનીની સાથે વાતચીત બાદ મારી વિચારશરણી બદલાઈ ગઈ હતી. મને યાદ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામેની મેચમાં આમ જ વિચારતો હતો, પરંતુ કેપ્ટને મારા મગજને વાંચી લીધુ હતુ, અને તેમણે મને આઝાદ કરી દીધો હતો. ઋતુરાજે ત્યારબાદ લગાતાર ત્રણ અડધીસદી લગાવી હતી. આરસીબીની સામે 51 બોલમાં 65 રન અણનમ, કલકત્તા સામે 53 બોલમાં 72 રન અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે 49 બોલમાં 62 રનની ઈનીંગને કારણે ચેન્નાઈએ ત્રણેય મેચમાં જીત નોંધાવી હતી. ઋતુરાજે આઈપીએલ 2020માં 51 રનની સરેરાશથી રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article