ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયા ત્રણેય ફોર્મેટમાં આપી શકે છે હાર, જાણો કયા છે ત્રણ મહત્વનાં કારણ

|

Dec 01, 2020 | 12:04 PM

હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે, જ્યાં તેની શરુઆત જ નિરાશાજનક રહી છે. ભારતીય ટીમે સીરીઝની શરુઆતની પ્રથમ બંને વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને મેચમાં ભારતીય બોલરોએ રન પણ ખૂબ લુટાવી દીધા. જોકે બેટ્સમેનોએ પ્રદર્શન સારુ કરવાનો પ્રયાસ કર્યો હતો. કાંગારુની ટીમે બંને વન ડે મેચમાં 350 થી વધુ રન નો […]

ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયા ત્રણેય ફોર્મેટમાં આપી શકે છે હાર, જાણો કયા છે ત્રણ મહત્વનાં કારણ

Follow us on

હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે, જ્યાં તેની શરુઆત જ નિરાશાજનક રહી છે. ભારતીય ટીમે સીરીઝની શરુઆતની પ્રથમ બંને વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને મેચમાં ભારતીય બોલરોએ રન પણ ખૂબ લુટાવી દીધા. જોકે બેટ્સમેનોએ પ્રદર્શન સારુ કરવાનો પ્રયાસ કર્યો હતો. કાંગારુની ટીમે બંને વન ડે મેચમાં 350 થી વધુ રન નો સ્કોર ખડક્યો હતો. ભારતીય ટીમના અત્યાર સુધીના પ્રદર્શન ને જોઇને લાગી રહ્યુ છે છે કે, આ દૌર તેમના માટે ખુબ લાંબો રહેનારો છે. ટીમના અત્યાર સુધીના પ્રદર્શનને જોઇને લાગતુ નથી ઓસ્ટ્રેલીયાની ટીમને તેઓ કોઇ પડકાર આપી શકે. ફીલ્ડીંગ થી લઇને દરેક રીતે ભારતીય ટીમ યોગ્ય લયામાં જોવા મળતી નથી.

ભારતીય ટીમ  વન ડે સીરીઝ તો હારી ચુકી છે. પરંતુ એમ લાગે છે કે, આ પ્રવાસમાં દરેક સીરીઝમાં મુશ્કેલીઓનો સામનો કરી પડવો શકે છે. ઇંગ્લેંડના પુર્વ કેપ્ટન માઇકલ વોન એ પણ હાલમાં જ એક ટ્વીટ કરીને લખ્યુ છે કે, ઓસ્ટ્રેલીયા આ પ્રવાસમાં ભારતીય ટીમને ત્રણેય ફોર્મેટમાં આસાની થી હરાવી દેશે. તો હવે હાર માટે ના કારણો પણ હવે સામે આવવા લાગ્યા છે. જેમાં આ ત્રણ કારણોને હાર માટે ના મુખ્ય માનવામા આવે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

1. રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનનુ ટીમમાં ના હોવુઃ ભારતીય ટીમ રોહિત વિના જ પ્રવાસ પર પહોંચી છે. જે મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે. તે એકલા દમ પર મેચ જીતાડી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રથમ બે વન ડેમાં તેની ખોટ જરુર સાલી છે. જેમ કે બીજી વન ડેમાં 390 ના પીછો કરતા 51 રન થી હાર મળી. જો આવામાં રોહિતની હાજરી હોત તો અલગ જ સ્થિતી હોત. તે મોટી ઇનીંગ માટે પણ જાણીતો છે. ઓસ્ટ્રેલીયાની સ્થિતી થી જાણકાર છે. તેની ખોટ ટી-20 સીરીઝમાં પણ પડનારી છે.

2. બોલરોનુ ફોર્મામાં ના હોવુઃ ભારતીય ટીમના બોલરોની હાલત પ્રથમ બંને વન ડેમાં ખૂબ જ ખરાબ રહી હતી. ચહલ, બુમરાહ અને શામી જેવા બોલરો પણ મોંઘા સાબીત થયા. આ કારણે મયંક અગ્રવાલ પાસે બોલીંગ કરાવવી પ઼ડી હતી. તો હાર્દિક પંડ્યાને પણ બોંલીગ આપવા મજબુર થવુ પડ્યુ હતુ. બોલરો લયમાં પણ નથી અને આગળ પણ મુશ્કેલીઓ હજુ વધી શકે છે. ટેસ્ટ સીરીઝમાં ઇશાંત શર્મા પણ નથી. ટી-20માં બુમરાહ અને શામીને આરામ પર રાખી શકાય છે, એનો ફાયદો પણ કાંગારુ મેળવી શકે છે.

3. વિરાટ કોહલીની ત્રણ ટેસ્ટમાં ગેરહાજરીઃ વન ડે સીરીઝ તો ભારત ગુમાવી ચુક્યુ છે, હવે ટી-20 સીરીઝ માં પણ મુશ્કેલી આવનારી છે. જોકે મોટો ઝટકો તો ટેસ્ટ સીરીઝમાં લાગનારો છે. કારણ કે વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચ રમીને પેટરનીટી લીવ પર પરત ભારત જશે. ઇશાંત શર્મા અને રોહિત શર્માની પણ ખોટ વર્તાઇ શકે છે. આમ આ આવી સ્થિતીમાં ભારતીય ટીમ કમજોર થઇ જશે અને, ટેસ્ટ સીરીઝ પણ ભારતના પક્ષમાં રહેવાની સંભાવના ઓછી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article