BCCI: હાર્દિક પંડ્યાનો ઇંગ્લેંડ પ્રવાસ માટે કેમ ના થઇ શક્યો ટીમ ઇન્ડીયામાં સમાવેશ, જાણો શું છે કારણ

|

May 08, 2021 | 6:01 PM

ન્યુઝીલેન્ડ (New Zealand) સામે રમાનાર આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Champioship) ની ફાઇનલ અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડીયા (Team India) નો એલાન શુક્રવારે થઇ ચુક્યુ છે.

BCCI: હાર્દિક પંડ્યાનો ઇંગ્લેંડ પ્રવાસ માટે કેમ ના થઇ શક્યો ટીમ ઇન્ડીયામાં સમાવેશ, જાણો શું છે કારણ
Hardik Pandya

Follow us on

ન્યુઝીલેન્ડ (New Zealand) સામે રમાનાર આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Champioship) ની ફાઇનલ અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડીયા (Team India) નો એલાન શુક્રવારે થઇ ચુક્યુ છે. જે ટીમમાં ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાંથી એક હાર્દિક પંડ્યા (Hardik Pandya) નુ નામ નથી.

એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ ખેલાડી હજુ પણ ખભાની ઇજા થી પરેશાન છે. તેની પીઠની સમસ્યાને લઇને પહેલાથી જ બોલીંગ કરતો ઓછો જોવા મળી રહ્યો છે. આઇપીએલ 2021 અને 2020 માં તેણે ખૂબ જ ઓછી બોલીંગ કરી હતી. તો વળી તાજેતરમાં રમાયેલી ઇંગ્લેંડ સિરીઝમાં પણ તે બોલીંગ કરતો ખાસ જોવા મળ્યો નથી.

ઇંગ્લેંડ ની સામે ઘર આંગણે રમાયેલી સિરીઝ દરમ્યાન ભારતીય ટીમ ના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કહ્યુ હતુ કે, તેણે વર્કલોડ મેનેજન્ટ પર કામ કરવાની જરુરિયાત છે. કારણ કે ટીમ ને લાગે છે કે, તે ઇંગ્લેંડમાં ખૂબ જ મહત્વનો થઇ શકે છે. પંડ્યા એ ઇંગ્લેંડ સામે રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝ અને પ્રથમ વન ડે માં બોલીંગ કરી હતી. જોકે ત્યાર બાદ તેણે બોલ નહોતો આપ્યો હતો. ભારતીય ટીમ ના સપોર્ટ સ્ટાફ એ ફેબ્રુઆરી-માર્ચ માં ઇંગ્લેંડ સામે રમાયેલી ચાર મેચની ટેસ્ટ દરમ્યાન પણ પંડ્યાને મોનિટર કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

મીડિયા રિપોર્ટનુ માનીએ તો, બોલીંગનો ભાર ઉપાડવા માટે તે હજુ સક્ષમ નથી. તેની પીઠ ની ઇજા તો સ્વસ્થ થઇ ગઇ હતી. પરંતુ તે હવે ખભાની ઇજા થી પરેશાન છે. તેની એકશનમાં પણ બદલાવ જોવા મળે છે. પંડ્યાને પણ એ વાતનો ખ્યાલ છે કે, જો તે પોતાને વધારે પુશ અપ કરે છે તો, બાબતો વધારે બગડી શકે છે.

તે હવે વધારેમાં વધારે પોતાની બેટીંગ પર ધ્યાન આપી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ સમજે છે કે ટી20 વિશ્વકપ આવનારો છે, એટલા માટે જરુરી છે કે, તેને વધારે માં વધારે સમય આપવામાં આવે કારણ કે, તે મોટી ટુર્નામેન્ટ થી પહેલા તે શેપમાં આવી જાય.

હાર્દીક પંડ્યા એ આઇપીએલ 2021 માં એક પણ બોલ ફેક્યો નથી. આ સાથે તે બેટ વડે પણ કંઇ ખાસ કરી શક્યો નથી. આઇપીએલ 2021 સ્થગીત થવા પહેલા સાત મેચ તે રમ્યો હતો. જેમાં તેણે 52 રન જ બનાવ્યા હતા. આ બતાવે છે કે, તેને બોલીંગ કરવામાં સમસ્યા આવી રહી છે. પંડ્યા આમ પણ લાંબા અરસાથી ટેસ્ટ મેચ નથી રહ્યો. તેણે અત્યાર સુધીમાં ભારત વતી 11 ટેસ્ટ મેચ રમી શકે છે અને 17 વિકેટ ની સાથે 532 રન બનાવ્યા છે.

Next Article