T20 World Cup 2021 બાદ ટીમ ઈન્ડિયા શું કરશે? BCCIએ તૈયાર કર્યો આ પ્લાન

|

Sep 21, 2021 | 12:59 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) ઓક્ટોબર અને નવેમ્બરમાં ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેશે અને તે પછી તેનો કાર્યક્રમ શું હશે તે બીસીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

T20 World Cup 2021 બાદ ટીમ ઈન્ડિયા શું કરશે? BCCIએ તૈયાર કર્યો આ પ્લાન
Team India

Follow us on

T20 World Cup 2021: ભારતીય ટીમ(Indian Cricket Team) સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન(Oman)માં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યોજાનારા ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)માં ભાગ લેશે.

આ પછી આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં વધુ એક ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)નું આયોજન થવાનું છે. આ વર્લ્ડ કપની તૈયારી માટે બીસીસીઆઈએ એક પ્લાન તૈયાર કર્યો છે અને તેનો પ્રયાસ તેના ખેલાડીઓને ટી -20 મેચનો મહત્તમ અનુભવ આપવાનો છે.

તેથી વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા (Team India) માટે તૈયાર કરવામાં આવેલ પ્લાન ટી 20 મેચથી ભરેલો છે. એક  વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર નવેમ્બરમાં સમાપ્ત થનારા વર્લ્ડ કપ (World Cup) બાદ ભારત ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. આ દરમિયાન તે શક્ય તેટલી ટી 20 મેચ રમશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહેવાલ અનુસાર બીસીસીઆઈ (BCCI)એ આગામી સ્થાનિક આંતરરાષ્ટ્રીય સિઝનનું સમયપત્રક તૈયાર કર્યું છે. બોર્ડની સર્વોચ્ચ પરિષદની બેઠક સોમવારે છે. ઓનલાઈન યોજાનારી આ બેઠકમાં ઘરેલુ કાર્યક્રમ પર મહોર મારવામાં આવશે.

ભારત ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી 20 મેચ અને બે ટેસ્ટ મેચ (Test match), વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વનડે અને ત્રણ ટી 20, શ્રીલંકા સામે બે ટેસ્ટ અને ત્રણ ટી 20 મેચ રમશે. ભારત દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી 20 સીરિઝ રમશે.

ઘરઆંગણે 21 આંતરરાષ્ટ્રીય મેચ

નક્કી કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ ભારત આગામી ઘરેલુ સિઝનમાં કુલ 21 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આમાં 14 ટી 20 મેચ થશે. તે જ સમયે ત્રણ વનડે સિવાય, ચાર ટેસ્ટ મેચ પણ સામેલ છે. ભારતે છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો.

ત્યારે ભારત IPLનું આયોજન કરી રહ્યું હતું, પરંતુ કોવિડના કારણે તેને અધવચ્ચે જ સ્થગિત કરી દેવામાં આવ્યું હતો. આ કારણોસર IPL 2021નો બીજો તબક્કો રવિવારથી સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ રહ્યો છે. ભારતને ટી 20 વર્લ્ડ કપની યજમાની કરવાની હતી, પરંતુ કોવિડને કારણે તે મુશ્કેલ બની ગયું અને હવે તે યુએઈ-ઓમાનમાં યોજાશે.

પ્રવાસ નવેમ્બર-ડિસેમ્બરથી શરૂ થશે

ભારત પ્રથમ વખત નવેમ્બર-ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરેલુ સીરિઝ રમશે. આ પછી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે, જ્યાં તે ત્રણ ટેસ્ટ ઉપરાંત ત્રણ વનડે અને ટી 20 સીરિઝ રમશે. આ પ્રવાસનું આયોજન ડિસેમ્બર-જાન્યુઆરીમાં કરવામાં આવશે. ભારત પરત ફર્યા બાદ તે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમશે અને તે જ મહિનામાં શ્રીલંકા ભારતનો પ્રવાસ પણ કરશે.

18 માર્ચે લખનઉમાં ટી 20 મેચ સાથે તેમનો પ્રવાસ સમાપ્ત થશે. IPL (Indian Premier League)નું આયોજન એપ્રિલ-મેમાં કરવામાં આવશે. આ પછી 9 જૂનથી દક્ષિણ આફ્રિકાથી ટી 20 મેચ શરૂ થશે, જે 19મી સુધી ચાલશે.

આ પણ વાંચો : Yuvraj Singh: આજના દિવસે યુવરાજ સિંહે ‘સિક્સર કિંગ’ નુ બિરુદ મેળવ્યુ હતુ, છ બોલમાં છ શાનદાર સિક્સરની, જુઓ

Published On - 5:03 pm, Sun, 19 September 21

Next Article