BCCI એ વિજય હજારે ટ્રોફી યોજવાનો કર્યો નિર્ણય, 87 વર્ષ માં પહેલી વાર રણજી ટ્રોફી નહી યોજાય

|

Jan 30, 2021 | 12:44 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટની બાદ વધુ ઘરેલુ આયોજન ઘડાઇ રહ્યુ છે. હવે રાજ્ય સંઘોથી રણજી ટ્રોફી (Ranji Trophy) અને વિજય હજારે ટ્રોફી (Vijay Hazare) ના આયોજન માટે રાજ્ય સંઘોથી સલાહ માંગવામાં આવી હતી.

BCCI એ વિજય હજારે ટ્રોફી યોજવાનો કર્યો નિર્ણય, 87 વર્ષ માં પહેલી વાર રણજી ટ્રોફી નહી યોજાય
BCCI

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટની બાદ વધુ ઘરેલુ આયોજન ઘડાઇ રહ્યુ છે. હવે રાજ્ય સંઘોથી રણજી ટ્રોફી (Ranji Trophy) અને વિજય હજારે ટ્રોફી (Vijay Hazare) ના આયોજન માટે રાજ્ય સંઘોથી સલાહ માંગવામાં આવી હતી. જોકે હવે વિજય હજારે ટ્રોફી આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે એ પણ નક્કિ થયું છે કે, 87 વર્ષમા પ્રથમ વાર ફર્સ્ટ ક્લાસ ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીનુંં આયોજન નહી થઇ શકે.

50 ઓવરની વિજય હજારે ટ્રોફી અને ભારત ઇંગ્લેંડ વચ્ચે થનારી શ્રેણીના આયોજન સાથે જ BCCI અન્ય ઘરેલુ આયોજન પણ કરશે. જેમાં મહિલા સિનીયર વનડે ટ્રોફી (Women’s Senior ODI Troph) અને અંડર-19 ક્રિકેટમાં વિનુ માંકડ (Vinu Mankad) વન ડે ટ્રોફીનુંં આયોજન પણ કરાવશે. BCCI ના સચિવ જય શાહ (Jay Shah) એ રાજ્ય સંઘોને મોકલેલા પત્રમાં લખ્યુ છે કે, આ નિર્ણય રાજ્ય સંઘો દ્વારા મળેલા ફિડબેક આધારે કોરાના કાળને લઇને લેવાયો છે.

આ મુદ્દા પર PTI સાથે વાત કરતા જય શાહે કહ્યુ હતુ કે, મને એ વાતને જણાવતા આનંદ થઇ રહ્યો છે કે, અમે વિજય હજારે ટ્રોફી અને અંડર-19 વિનુ માંકડ ટ્રોફી સાથે, સિનીયર મહિલા વન ડે ટુર્નામેન્ટનુ આયોજન પણ કરી રહ્યા છીએ. કોરોના કાળને લઇને લાંબા ફોર્મેટની રણજી ટ્રોફીનુ આયોજન કરવુ ખુબ મુશ્કેલ થઇ શકતુ હતુ. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, અત્યાર સુધી કોરોના મહામારીને લઇને અમારો ખુબ સમય બર્બાદ થઇ ચુક્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી કોરોનો કાળના સમયમાં સફળ આયોજન સાથે યોજાઇ હતી. હવે તેની ફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ અમદાવાદમાંં નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાનાર છે. BCCI ના ઘરેલુ સિઝનની શરુઆતના માટે રાજ્ય સંઘોથી સુઝાવ માંગ્યા હતા. તે દરમ્યાન તમામ સંઘોએ એકમતથી પહેલા મુશ્તાક અલીના આયોજનની સલાહ આપી હતી.

Published On - 12:41 pm, Sat, 30 January 21

Next Article