T-20 લીગઃ બેગ્લોરના બોલરોની ડેથ ઓવરોમાં ઘુલાઇને લઇને બોલ્યો સહેવાગ, કહ્યું આ બોલરો પર ભરોસો ના થાય

|

Sep 30, 2020 | 8:26 AM

બેંગ્લોરની જીત પર હવે ટીમ ઇન્ડીયા ના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પોતાનુ નિવેદન આપ્યુ છે. સહેવાગે કહ્યુ છે કે, કોઇએ પણ બેંગ્લોરની બોલીંગ પર ભરોસો કરવો જોઇએ નહી, સહેવાગની વાતને માનીએ તો કોહલીની ટીમના બોલરોએ ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, જેને લઇને મેચ આખરે સુપર ઓવર સુધી પહોંચી ગઇ હતી.   Web Stories […]

T-20 લીગઃ બેગ્લોરના બોલરોની ડેથ ઓવરોમાં ઘુલાઇને લઇને બોલ્યો સહેવાગ, કહ્યું આ બોલરો પર ભરોસો ના થાય

Follow us on

બેંગ્લોરની જીત પર હવે ટીમ ઇન્ડીયા ના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પોતાનુ નિવેદન આપ્યુ છે. સહેવાગે કહ્યુ છે કે, કોઇએ પણ બેંગ્લોરની બોલીંગ પર ભરોસો કરવો જોઇએ નહી, સહેવાગની વાતને માનીએ તો કોહલીની ટીમના બોલરોએ ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, જેને લઇને મેચ આખરે સુપર ઓવર સુધી પહોંચી ગઇ હતી.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિરાટ કોહલી ની ટીમ દ્રારા સોમવારે મુંબઇ ઇન્ડિયન્સને સુપર ઓવરોમાં હાર આપી હતી. બેંગ્લોરે આ જીત સાથે જ ટુર્નામેન્ટમાં બીજી જીત મેળવી હતી. બેંગ્લોરની ટીમ જો સુપર ઓવરમાં કમાલ કરી શકી છે તો તે નો હકદાર અને શ્રેય માત્ર ઝડપી બોલર નવદીપ સૈનીને છે. તેણે સુપર ઓવરમાં માત્ર સાત જ રન આપ્યા હતા અને જેને અંતમાં વિરાટ અને ડીવીલીયર્સની જોડીએ સુપર ઓવરમાં જીત અપાવી હતી.

પુર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે કહ્યુ હતુ કે, આપને જીંદગીમાં ખબર હોવી જોઇએ, કોની પર ભરોસો કરવો જોઇએ અને કોની પર નહી.  પરંતુ એક વાત તો અહી નક્કી જ છે કે, આપ ક્યારેય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરો પર ડેથ ઓવરો દરમ્યાન ક્યારેય ભરોસો કરી શકો નહી. આગળ પણ કહ્યુ હતુ કે, ટીમ મેચ જીતી શકતી હતી પરંતુ સુપર ઓવર સુધી પહોંચી ગઇ. સહેવાગે યુવા ખેલાડી દેવદત્ત પડીક્કલના વખાણ કર્યા હતા. ટીમને આવા ખેલાડીની કેટલાક વર્ષ થી જરુર હતી. સોમવારની આ રોમાંચક મેચના બાદ બેંગ્લોરનાં પોઇન્ટ ટેબલમાં સુધારો થયો હતો. અને તે ત્રીજા નંબર પહોંચી શકી હતી. ટીમે એક મેચમાં હાર સહન કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article