ENG v/s AUS: ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 1-0થી હરાવ્યું, સેમ બિલિંગ્સ સદી ફટકારીને પણ જીતાડી શક્યો નહીં

|

Sep 18, 2020 | 6:38 PM

માંચેસ્ટરમાં રમાયેલ ઇંગ્લેન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને 19 રને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટના નુકસાન પર 294 રન બનાવ્યા હતા. તેના જવાબમાં યજમાન ટીમ ઇંગ્લેન્ડ ના ખેલાડીઓ 9 વિકેટ ગુમાવીને 275 રન બનાવી શક્યા હતા. સ્પિનર ​​એડમ ઝમ્પા અને ઝડપી […]

ENG v/s AUS: ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 1-0થી હરાવ્યું, સેમ બિલિંગ્સ સદી ફટકારીને પણ જીતાડી શક્યો નહીં

Follow us on

માંચેસ્ટરમાં રમાયેલ ઇંગ્લેન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને 19 રને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટના નુકસાન પર 294 રન બનાવ્યા હતા. તેના જવાબમાં યજમાન ટીમ ઇંગ્લેન્ડ ના ખેલાડીઓ 9 વિકેટ ગુમાવીને 275 રન બનાવી શક્યા હતા. સ્પિનર ​​એડમ ઝમ્પા અને ઝડપી બોલર જોશ હેઝલવુડે કુલ 7 વિકેટ ઝડપી હતી અને 19 રનથી ઓસ્ટ્રેલિયા જીત મેળવી હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેન સેમ બિલિંગ્સની પ્રથમ વનડે સદી નિરર્થક ગઈ અને તે અંત સુધી મેદાન પર હોવા છતાં ટીમને જીતાડી શક્યો નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટોસ જીતીને પ્રથમ બોલિંગ કર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. ટી20 સિરીઝનો સ્ટાર ડેવિડ મલાન ને જોફ્રા આર્ચર દ્વારા 6 રને જ આઉટ કરી દીધો હતો. આ પછી, કેપ્ટન એરોન ફિંચે 16 રનમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીશે ઝડપી 43 રનની ઇનિંગ્સ રમી હતી અને ટીમને સંભાળવા પ્રયાસ કર્યો હતો પરંતુ વિકેટકીપર જોસ બટલરે તેને માર્ક વુડના બોલ પર કેચ આઉટ ઝડપ્યો હતો.

માર્શ અને મૈક્સવેલએ ઇનીંગસને બચાવી

ઓસ્ટ્રેલીયાઇ મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો અને ટીમે 259 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ગ્લેન મેક્સવેલે અર્ધી સદી રમીને ટીમને 294 રન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. માર્શે 135 બોલમાં 73 રન બનાવ્યા જ્યારે મેક્સવેલે 59 બોલમાં 77 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી આર્ચર અને માર્ક વુડે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે આદિલ રાશિદે બે વિકેટ ઝડપી હતી.

બિલિંગ્સ અને બેયરસ્ટો ઓસ્ટ્રેલીયા માટે મુશ્કેલ બન્યા હતા

ઇંગ્લેન્ડ તરફથી સેમ બિલિંગ્સે પ્રથમ વનડેમાં સદી ફટકારી હતી પરંતુ તે જીતવા માટે પૂરતું નહોતું. ઇંગ્લેન્ડ ને જેસન રોય તરીકે પહેલો ઝટકો સાત રન ના સ્કોર પર જ મળ્યો હતો પરંતુ તે પછી પણ, બીજા ઓપનર જોની બેરસ્ટોએ ફરી એકવાર બીજા છેડાની સારી રમત દાખવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમની સાથે સેમ બિલિંગ્સ પણ રમતમાં જોડાયા હતા, જેમણે બંનેએ પાંચમી વિકેટ માટે 113 રનનો ઉમેરો કર્યો હતો. બેરસ્ટોએ 107 બોલમાં 84 રન બનાવ્યા જ્યારે બિલિંગ્સે 118 રન બનાવ્યા હતા. અંત સુધી પોતાની વિકેટ બચાવી રમતમાં રહેવા છતાં પણ જોકે તે પોતાની ટીમને જીતાડી શક્યો નહીં. ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવી શકી હતી.

ઝમ્પા અને હેઝલવુડે સાત વિકેટ ઝડપી હતી

ઝમ્પા અને હેઝલવુડે દશ માંથી સાત વિકેટ ઝડપી હતી. સ્પિનર ​​ઝમ્પાએ મુશ્કેલી વધારી રહેલા બેરસ્ટોની વિકેટ મેળવીને ટીમનો વિજય સરળ બનાવ્યો હતો. તેણે 10 ઓવરમાં 55 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે હેઝલવુડે 3 બેટ્સમેનોને 10 ઓવરમાં 26 રન આપીને આઉટ કર્યા હતા.

Published On - 12:18 pm, Sat, 12 September 20

Next Article