AUS vs IND: ત્રીજી ટેસ્ટ દરમ્યાન વર્ચ્યુઅલ પિંક સીટ્સ જોવા મળશે, બ્રેસ્ટ કેન્સર સામેની લડાઇને લઇને કેમ્પેઇન

|

Jan 06, 2021 | 8:48 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગુરુવારે સિડની (Sydney) માં શરુ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા મેક્ગ્રાથ ફાઉન્ડેશન (McGrath Foundation) એ મંગળવાર એ વર્ચ્યુઅલ પિંક સીટ્સ (Virtual Pink Seats) કેંપેન લોન્ચ કર્યુ હતુ

AUS vs IND: ત્રીજી ટેસ્ટ દરમ્યાન વર્ચ્યુઅલ પિંક સીટ્સ જોવા મળશે, બ્રેસ્ટ કેન્સર સામેની લડાઇને લઇને કેમ્પેઇન
સિડની ટેસ્ટમાં બ્રેસ્ટ કેન્સર સામેની કેમ્પેઈન ઝુંબેશ જોવા મળશે

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગુરુવારે સિડની (Sydney) માં શરુ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા મેક્ગ્રાથ ફાઉન્ડેશન (McGrath Foundation) એ મંગળવાર એ વર્ચ્યુઅલ પિંક સીટ્સ (Virtual Pink Seats) કેંપેન લોન્ચ કર્યુ હતુ. જેના થી મેકગ્રાથ બ્રેસ્ટ કેયર નર્સીસ (Breast Care Nurses) ને 10 લાખ ડોલર ફંડ એકઠુ કરવામાં મદદ મળશે. મંગળવારે શરુ થયેલ આ કેંપેનને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ માં ઓછા દર્શકોને પ્રવેશ આપવાને લઇને શરુ કરવામાં આવ્યુ છે. આ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલીયાની ટીમે પણ પોઝ આપ્યો હતો.

સિડની ટેસ્ટના માટે 25 % દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી છે. 38 હજાર દર્શક ક્ષમતા વાળા એસસીજી માં ફક્ત 9500 દર્શકો ને જ પ્રવેશ મળી શકશે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયા દ્રારા એક નિવેદનમાં કહ્યુ છે કે, વર્ચ્યુઅલ પિંક સીટના દ્રારા કોઇ પણ દેશમાં બેસેલ વ્યક્તિ આ ટેસ્ટ મેચ સાથે જોડાઇ શકે છે. આ માટે દર્શકોએ પિંક સીટ ખરીદવી પડશે.

મેકગ્રાથ ફાઉન્ડેશનની સીઇઓ હોલી માસ્ટર્સે કહ્યુ હતુ કે,લોકોને ખબર નથી પરંતુ અમે 154 મેકગ્રાથ બ્રેસ્ટ કેયર નર્સીસના નેટવર્કને ફંડ કરવા માટે વાર્ષિક 1.4 કરોડ ડોલરની જરુર પડે છે. આ માટે પિંક ટેસ્ટ દ્રારા અમને આ લડાઇ મજબુત કરવાની મદદ મળી રહેશે. ઓસ્ટ્રેલીયામાં પ્રતિદીન 55 બ્રેસ્ટ કેન્સર ના મામલા સામે આવે છે. તેમણે કહ્યુ કે, મેકગ્રાથ ફાઉન્ડેશની નર્સો એ બ્રેસ્ટ કેન્સર સામેની લડાઇમાં ખૂબ મદદ કરી છે. કોવિડ-19 દરમ્યાન આ લડાઇ ખૂબ જ મુશ્કેલ બની ગઇ છે.

Next Article