ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચમાં નાલેશીભરી મેળવેલી હાર બાદ, ટીકાકારોએ ટીમની પંસદગી ઉપર સવાલો કર્યા છે. બીજી ટેસ્ટમાં ભારતે બેકફુટ ઉપર ના રહેવુ હોય તો ટીમમાં ફેરફાર કરવાની શિખ ટીકાકારો આપી રહ્યાં છે. તેમના મત મુજબ બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી નહી હોવાથી ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલી વધશે. જો કે જોવાનું એ છે કે ઈન્ડિયા ઈલેવનમાં કોને કોને સમાવવામાં આવે છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ માટે કાગળ પર મજૂબત કહેવાતા ખેલાડીઓને રમાડ્યા હતા, પરંતુ તમામે તમામ નિષ્ફળ રહ્યાં એવુ કહી શકાય.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમેચ મેલબોર્નમાં રમાશે. જે બોક્સિગ ડે ટેસ્ટમેચ તરીકે ઓળખાશે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ માટેની પ્રેકટીસ અને રણનીતિ પર ધ્યાન આપી રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાને તેની જ ઘરતી પર ટક્કર આપવી હશે તો ટીમ ઈન્ડિયાએ ચાર ફેરફાર કરવા જોઈએ તેમ ટિકાકારોનું માનવુ છે.
શુભમન ગીલને સમાવવો પૃથ્વી શોનુ ફોર્મ બરાબર નથી. તેના ફુટવર્ક અને બેટીગ ટેકનિક બાબતે પણ સવાલો કરાયા છે. પ્રથમ ટેસ્ટના બન્ને દાવમાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો. તેના સ્થાને શુભમન ગીલનો સમાવેશ કરીને ગીલ સાથે મયંક અગ્રવાલને ઓપનીગ કરાવવી જોઈએ. શુભમન ગીલે પ્રેકટીસ મેચમાં 50 રન કર્યા હતા.
કે એલ રાહુલ કે એલ રાહુલ સારા ફોર્મમાં છે. કે એલ રાહુલ અનુભવી અને સારી ટેકનિક ધરાવે છે. વિરાટ કોહલી ના હોય ત્યારે ચાર નંબર પર રમવા માટે કે એલ રાહુલ પરફેક્ટ છે. ત્રણ નબંર પર પુજારા અને પાંચ નંબર રહાણે જેવા અનુભવી ખેલાડીથી ઓસ્ટ્રેલિયાના બોલરો ઉપર ધાક રહેશે.
ઋષભ પંતને ટીમમાં સમાવવો પ્રેકટીસ મેચના પ્રથમ દાવમા નિષ્ફળ નિવડ્યા બાદ, ઋષભ પંતે બીજી ઈનીગ્સમાં પિંક બોલથી તોફાની બેટીગ કરીને સેન્ચ્યુરી ફટકારી હતી. તેને ટીમમાં લેવા માટે માંગ થઈ રહી છે. પહેલી ટેસ્ટમા હાર બાદ તેનો સમાવેશ કરવો જોઈએ. રિધ્ધીમાન સહાના સ્થાને ઋષભ પંતને સમાવવાથી બેટીગ લાઈનઅપ થોડીક વધુ મજબૂત થશે. કોહલી જેવા અનુભવી ખેલાડીની ગેરહાજરીમાં તોફાની બેટીગ કરી શકે તેવા ખેલાડીની જરૂર રહેશે.
નવદિપ સૈનીને અજમાવવો ભારતના ફાસ્ટ બોલર મોહમદ શામીને ઈજા પહોચતા સમગ્ર ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી શામી બહાર નિકળી ગયો છે. ઈજાગ્રસ્ત શામને સ્થાને સિરાઝ આવી શકે તેમ છે. પણ પ્રેકટીસ મેચમાં નવદિપ સૈનીએ સારી બોલીગ કરીને સૌને ચકિત કરી દીધા હતા. નવદિપ સૈની જૂના બોલ સાથે અસરકારક બોલીગ કરી શકે છે. મેલબોર્નની ટેસ્ટ માટે નવદિપ સૈનીનો સમાવેશ કરવો જોઈએ.