Asia Cup: ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડને શ્રીલંકામાં એશિયા કપ માટે સર્જાઇ છે મુશ્કેલી, જાણો શુ છે કારણ

|

Mar 09, 2021 | 4:27 PM

આગામી એશિયા કપ (Asia Cup) માં ટીમ ઇન્ડીયા (Team India) ના સામેલ થવાને લઇને હજુ પણ સંશયની સ્થિતી છે. ગત વર્ષે કોરોના મહામારીને લઇને એશિયા કપને સ્થગિત કરવો પડ્યો હતો. આગામી જૂન માસમાં શ્રીલંકામાં એશિયા કપ યોજાનાર છે.

Asia Cup: ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડને શ્રીલંકામાં એશિયા કપ માટે સર્જાઇ છે મુશ્કેલી, જાણો શુ છે કારણ
Asia Cup

Follow us on

આગામી એશિયા કપ (Asia Cup) માં ટીમ ઇન્ડીયા (Team India) ના સામેલ થવાને લઇને હજુ પણ સંશયની સ્થિતી છે. ગત વર્ષે કોરોના મહામારીને લઇને એશિયા કપને સ્થગિત કરવો પડ્યો હતો. આગામી જૂન માસમાં શ્રીલંકામાં એશિયા કપ યોજાનાર છે. ભારત ICC ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં પહોંચી ચુકી છે અને જેને લઇને હવે એશિયા કપ માટે સંશયની સ્થિતી સર્જાઇ છે. કારણ કે જૂન માસમાં 18 થી 23 સુધી ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ફાઇનલ મેચ ઇંગ્લેંડમાં રમાનારી છે. આવી સ્થિતીમાં એશિયા કપ આ વર્ષે સ્થગિત નહી થઇ શકે તો, BCCI દ્રારા બીજી ટીમને મોકલવામાં આવી શકે છે. જય શાહ (Jay Shah) એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે.

ભારતીય ક્રિકેટ ટીમનો આ વર્ષે ખૂબ વ્યસ્ત કાર્યક્રમ છે. જેમાં ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમવાની છે. ત્યાર બાદ T20 વિશ્વકપ પણ રમવાનો છે. આ સ્થિતીમાં ભારત પાસે એશિયા કપ 2021માં બીજી ટીમ મોકલવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. આવામાં જો જૂનના આખરમાં એશિયા કપ રમાય છે તો, ટીમ ઇન્ડીયા પોતાના મુખ્ય ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા વિના જ ટુર્નામેન્ટમાં ઉતરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અંગ્રેજી અખબારની એક રિપોર્ટનુસાર સુત્રોએ તે વાતની પુષ્ટી કરી છે કે, જો એશિયા કપ આયોજીત થાય છે તો, અન્ય કોઇ વિકલ્પ નથી. અમે ઇંગ્લેંડ ની સામે શ્રેણીના માટે કોઇ જોખમ ઉઠાવવા માંગતા નથી. ખેલાડી બે વાર ક્વોરન્ટાઇન થી ગુજરી શકે નથી. શ્રીલંકામાં રમાનાર એશિયા કપ T20 ફોર્મેટમાં રમાનાર છે. ભારતીય ટીમ આ દરમ્યાન ન્યુઝીલેન્ડ સામે 18મી જૂન થી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ મેચ રમશે. આ માટે જૂનના પ્રથમ સપ્તાહમાં ભારતીય ટીમ ઇંગ્લેંડ માટે રવાના થનાર છે. આવામાં ઇંગ્લેંડમાં ભારતીય ટીમ ના ખેલાડીઓએ 14 દિવસનુ સખત ક્વોરન્ટાઇન પ્રક્રિયા પસાર કરવી પડશે.

Next Article