Asia Cup: કોરોનાને કારણે ક્રિકેટ એશિયા કપ ટુર્નામેન્ટ સ્થગિત, 2022માં પાકિસ્તાનમાં યોજાશે ટુર્નામેન્ટ

|

May 24, 2021 | 3:52 PM

કોરોના વાયરસે (Corona Virus) વિશ્વભરના રમત આયોજનો પર અસર કરી છે. ટુર્નામેન્ટો ને રદ કરવી અને સ્થગીત કરવાનો સીલસીલો છેલ્લા દોઢેક વર્ષ થી સતત ચાલી રહ્યો છે. દરમ્યાન એશિયા કપ (Asia Cup) ને લઇને સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે કે, એશિયાકપ ને 2023 સુધી ટાળી દેવામાં આવ્યો છે.

Asia Cup: કોરોનાને કારણે ક્રિકેટ એશિયા કપ ટુર્નામેન્ટ સ્થગિત, 2022માં પાકિસ્તાનમાં યોજાશે ટુર્નામેન્ટ
Asia Cup

Follow us on

કોરોના વાયરસે (Corona Virus) વિશ્વભરના રમત આયોજનો પર અસર કરી છે. ટુર્નામેન્ટો ને રદ કરવી અને સ્થગીત કરવાનો સીલસીલો છેલ્લા દોઢેક વર્ષ થી સતત ચાલી રહ્યો છે. દરમ્યાન એશિયા કપ (Asia Cup) ને લઇને સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે કે, એશિયાકપને 2023 સુધી ટાળી દેવામાં આવ્યો છે.
એશિયન ક્રિકેટ કાઉન્સીલ (Asian Cricket Council) ના કાર્યકારી બોર્ડ દ્રારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. એશિયા કપનુ આયોજન ગત વર્ષે થનારુ હતુ પરંતુ, કોરોના વાયરસને લઇને તેને 2021 સુધી ટાળી દેવામાં આવ્યો હતો. હવે વધુ 2023 સુધી ટાળી દેવાયો છે.

આ વર્ષે જૂનમાં એશિયા કપ રમાનાર હતો. પરંતુ ભારતીય ટીમ (Team India) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં પહોંચી છે. તેમજ અન્ય એશિયાઇ ટીમો પણ વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે. આમ હવે એશિયા કપને ટાળી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ વખતના એશિયા કપનુ આયોજન પાકિસ્તાનમાં થનારુ હતુ. જો કે કોરોના વાયરસને લઇને વર્તમાન પરીસ્થિતી અને ક્રિકેટ વ્યસ્તતાને લઇને, તેના આયોજન પહેલા થી જ સંકટ મંડરાયેલુ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ACC દ્રારા નિવદેન જારી કરીને જાણકારી અપાઇ હતી. જેમાં કહેવાયુ હતુ કે, “વ્યસ્ત એફટીપીને ને ધ્યાનમાં રાખીને એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, આ વર્ષે ટુર્નામેન્ટમાં સામેલ થનારી ટીમોને માટે વ્યવહારીક સમય ઉપલબ્ધ સંભવ નથી. જેથી બોર્ડે તેના આધારે વિચાર કરીને નક્કિ કર્યુ કે આગળ વધવા માટે તેને સ્થગીત કરવા અન્ય સિવાય કોઇ વિકલ્પ નથી”.

2023 માં કરાશે આયોજન, સતત 2 વર્ષ યોજાશે ટુર્નામેન્ટ
આ ઉપરાંત ACC દ્રારા એ પણ નિર્ણય લેવાયો છે કે, હવે હાલનુ આયોજન 2023મા કરવામાં આવશે. કારણ કે પહેલા થી જ 2022 ના એશિયા કપનુ આયોજન નક્કી છે. જોકે ACC દ્રારા આગાળની ટુર્નામેન્ટના યજમાન બોર્ડના સંદર્ભે કોઇ જ નિર્ણય કરવામાં આવ્યો નથી. જો કે માનવામાં આવી રહ્યુ છે કે, 2022 ની ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં આયોજીત થશે. જ્યારે 2023 તેને શ્રીલંકામાં આયોજીત કરવામાં આવી શકે છે.

Next Article