
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ દુબઈમાં પાકિસ્તાનને કચડી નાંખ્યું છે. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે, અમે પહેલગામના પીડિતોની સાથે ઉભા છીએ આ જીત દેશને સમર્પિત છે. ક્રિકેટ દ્વારા ફરી એક વખત આખી દુનિયાને આ સંદેશ આપ્યો છે કે, પાકિસ્તાન સામે રમવું અમારી મજબુરી હતી પરંતુ અમે આતંકવાદને ક્યારે પણ સહન કરીશું નહી. તેમજ દુશ્મન દેશને ગળે લગાવવાની ભૂલ પણ કોઈ પરિસ્થિતિમાં કરીશું નહી. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓને નજર અંદાજ કર્યા હતા. તેઓ મેદાન પર આવ્યા અને કોઈ પણ કોન્ટ્રોવર્સી વગર ચાલ્યા ગયા હતા.
હવે ભારતીય ટીમનો આ વ્યવ્હાર પાકિસ્તાન સહન કરી શક્યું નહી. તેમણે ફરીયાદ પણ કરી હતી. પાકિસ્તાનની ટીમના મેનેજરે તો રેફરી સામે ફરિયાદ પણ કરી છે. હવે એ સવાલ આવે છે કે, શું ભારતીય ટીમને કોઈ દંડ લાગશે. તો આનો જવાબ છે નહી.
Solid show with ball ✅
Clinical run-chase ✅Here’s a quick round-up of #TeamIndia‘s dominating win in our 2️⃣nd game of the #AsiaCup2025 pic.twitter.com/xRT0wsRJGt
— BCCI (@BCCI) September 15, 2025
આઈસીસી કે એસીસીના કોઈ પણ રુલ બુકમાં લખ્યું નથી કે, જો કોઈ ટીમના ખેલાડીઓ અન્ય ટીમના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવે છે તો દંડ લાગશે. હાથ મિલાવવાનો કોઈ નિયમ નથી પરંતુ આ માત્ર રમતની ભાવનાના રુપમાં જોઈ શકાય છે. આ કારણ છે કે, મેચ બાદ બંન્ને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવે છે. જો કોઈ હાથ મિલાવતું નથી તો આનાથી કોઈ દંડ લાગી શકે નહી.માત્ર રમતની ભાવના વિરુદ્ધ કહી શકાય છે.
ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા આ સાથે ખેલાડીઓ ડ્રેસિંગ રુમમાં જઈ દરવાજો બંધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ટોસ દરમિયાન પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના સલમાન આગાએ હેન્ડશેક કર્યું ન હતુ.
Published On - 11:07 am, Mon, 15 September 25