ICC ‘પ્લેયર ઓફ ધ મંથ’ પુરસ્કાર માટે અશ્વિન અને જો રુટ રેસમાં, ફેબ્રુઆરીમાં અશ્વિનની સદી અને 24 વિકેટ

|

Mar 03, 2021 | 10:34 AM

અનુભવી ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ashwin), ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ, (Jo Root) વેસ્ટઇન્ડીઝના કાયલ માયર્સ 'પ્લેયર ઓફ ધ મંથ' (Player of the Month) પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

ICC પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર માટે અશ્વિન અને જો રુટ રેસમાં, ફેબ્રુઆરીમાં અશ્વિનની સદી અને 24 વિકેટ
Ashwin-Joe Root

Follow us on

અનુભવી ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ashwin), ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ, (Jo Root) વેસ્ટઇન્ડીઝના કાયલ માયર્સ ‘પ્લેયર ઓફ ધ મંથ’ (Player of the Month) પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન શાનદાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાને લઇને ICC દ્રારા પુરસ્કાર માટે નોમિનેટ થયા છે. અશ્વિન એ આ દરમ્યાન ઇંગ્લેંડ સામે ત્રણ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમ્યાન કમાલની બોલીંગ કરી હતી. સાથે જ તેણે 106 રનની ઇનીંગ પણ તે મેચમાં રમી હતી.

આ ઉપરાંત અશ્વિન એ અમદાવાદમાં પણ ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન પોતાની વિકેટ સંખ્યા 400ને પાર કરી છે. આઇસીસીના મુજબ કુલ 176 રન બનાવીને 24 વિકેટ ઝડપી પુરુષ કેટેગરીમાં તે ફેબ્રુઆરી માસ માટે નોમિનેટ થયો છે. આઇસીસી દ્રારા કહેવાયુ હતુ કે ઇંગ્લેંડના ટેસ્ટ કેપ્ટન જો રુટ એ બેટીંગ અને બોલ વડે પ્રદર્શન પ્રભાવશાળી કર્યુ હતુ. આમ તે પણ હકદાર બની રહ્યો અને ફરી એકવાર નોમિનેશન લિસ્ટમાં સ્થાન પામ્યો છે. તેણે ભારત સામે રમાયેલી 3 ટેસ્ટ મેચોમાં કુલ 333 રન બનાવ્યા હતા અને 6 વિકેટ ઝડપી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પાછળના મહિને પણ નોમિનેશન માં સ્થાન પામનારા જો રુટ એ ભારત સામે ટેસ્ટ શ્રેણીની શરુઆતી મેચમાં જ 218 રનની રમત રમી હતી. વેસ્ટઇન્ડીઝ માટે ડેબ્યુ કરનારા માયર્સએ ટેસ્ટ ક્રિકેટમાં બીજી ઇનીંગમાં 210 રન બનાવ્યા હતા. જેના થી તેની ટીમ 395 રનના મોટા લક્ષ્યને પાર કરી શકી હતી. મહિલા વર્ગમાં ન્યુઝીલેન્ડની બ્રુક હોલિડે સાથે ઇંગ્લેંડની ટેમી બ્યુમોંટ અને નેટ સ્કિવરને નોમિનેટ કરાઇ છે.

 

Next Article