Ashes 2021: ઓસ્ટ્રેલિયા બાદ હવે ઈંગ્લેન્ડ પર કોરોનાનો કહેર, સ્ટાર ક્રિકેટરનો ઈન્ટરવ્યુ લેનાર પત્રકાર થયો કોરોના સંક્રમિત

|

Dec 19, 2021 | 3:36 PM

એશિઝ શ્રેણીની શરૂઆતમાં જ પેટ કમિન્સ એક કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. હવે આ ખતરો ઈંગ્લેન્ડની ટીમ પર મંડરાઈ રહ્યો છે.

Ashes 2021: ઓસ્ટ્રેલિયા બાદ હવે ઈંગ્લેન્ડ પર કોરોનાનો કહેર, સ્ટાર ક્રિકેટરનો ઈન્ટરવ્યુ લેનાર પત્રકાર થયો કોરોના સંક્રમિત

Follow us on

Ashes 2021: એશિઝ શ્રેણીની શરૂઆતથી જ કોરોના કહેર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ (Test Captain Pat Cummins) કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાએ બાયો બબલને લઈને કડક નિયમો લાગુ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા કોરોના (Corona)ના વિસ્ફોટને રોકવામાં સફળ રહ્યું હતું, પરંતુ યજમાન ટીમ બાદ હવે આ ખતરો મુલાકાતી ટીમ પર પણ મંડરાઈ રહ્યો છે. ડેવિડ મલાન કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ શ્રેણી ફરીથી આ મહામારીના ખતરામાં છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

ઓસ્ટ્રેલિયા હાલ કોરોના (Corona)ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. સિડની અને બ્રિસ્બેનમાં સતત કેસ સામે આવી રહ્યા છે. જો કે હાલમાં એશિઝ શ્રેણી એડિલેડમાં રમાઈ રહી છે. ખેલાડીઓને બાયો બબલના કડક નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. પેટ કમિન્સની વાપસી સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ કોરોનાના ખતરામાંથી બહાર આવી ગઈ હતી, પરંતુ હવે ઈંગ્લેન્ડની ટીમમાં અરાજકતા જોવા મળી રહી છે. ઈંગ્લેન્ડના ડેવિડ મલાનનો ઈન્ટરવ્યુ મોંઘો પડ્યો હતો.

 

 

માલનનો ઈન્ટરવ્યુ લેનાર પત્રકારને કોરોના સંક્રમિત

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન ડેવિડ માલને શનિવારની રમત સમાપ્ત થયા બાદ એક પત્રકારને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ પત્રકાર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓસ્ટ્રેલિયાના પીટર લાલોર શનિવારે કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ પત્રકારે ડેવિડ માલનનો ઈન્ટરવ્યુ લીધો હતો. જો કે, અહેવાલો અનુસાર માલન પર તેની અસર થવાની સંભાવના નથી કારણ કે પત્રકારે માસ્ક પહેર્યો હતો. તે જ સમયે, બ્રોડકાસ્ટ ટીમનો એક વ્યક્તિ પણ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખી રહ્યું છે.

 

 

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમનો ભાગ હશે. કોવિડ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. કમિન્સે વર્તમાન ટેસ્ટની પૂર્વ સંધ્યાએ ન્યૂ સાઉથ વેલ્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સના ફાસ્ટ બોલર હેરી કોનવે સાથે લિટલ હન્ટર સ્ટેકહાઉસ ખાતે ભોજન લીધું હતું, જે પછી તે પ્લેઈંગ ઈલેવનમાં નહોતો.

 

 

આ પણ વાંચો : Rohini Court Blast: 1000 કલાકના CCTV ફૂટેજ અને 9 દિવસના અનેક પુરાવાઓ સ્કેન કર્યા બાદ સ્પેશિયલ સેલે DRDO વૈજ્ઞાનિકની કરી ધરપકડ

Next Article