Anjikya Rahane:મુંબઇમાં ચાહકોએ બનાવી કાંગારુ કેક, રહાણેએ કાપવાથી કર્યો ઇન્કાર, જાણો કેમ

|

Jan 22, 2021 | 7:45 AM

ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) તેની ખેલ ભાવના માટે જાણીતો છે. સુકાની તરીકે, તેણે હંમેશાં વિરોધી ટીમનો આદર કર્યો છે. દર વખતે તે એવું કંઈક કરે છે, જે સાબિત કરે છે કે રહાણે માટે ખેલ ભાવના કેટલી મહત્વની છે. ઓસ્ટ્રેલિયા (Australia) માં ઐતિહાસિક જીત બાદ રહાણે ગુરુવારે સવારે મુંબઇ (Mumbai) પહોંચ્યો હતો.

Anjikya Rahane:મુંબઇમાં ચાહકોએ બનાવી કાંગારુ કેક, રહાણેએ કાપવાથી કર્યો ઇન્કાર, જાણો કેમ
અજીૂંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ઐતિહાસિક જીતને લઇ મુંબઇમાં તેના પ્રશંસકો ઉત્સાહીત થઇ ખાસ કેક બનાવી હતી.

Follow us on

ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) તેની ખેલ ભાવના માટે જાણીતો છે. સુકાની તરીકે, તેણે હંમેશાં વિરોધી ટીમનો આદર કર્યો છે. દર વખતે તે એવું કંઈક કરે છે, જે સાબિત કરે છે કે રહાણે માટે ખેલ ભાવના કેટલી મહત્વની છે. ઓસ્ટ્રેલિયા (Australia) માં ઐતિહાસિક જીત બાદ રહાણે ગુરુવારે સવારે મુંબઇ (Mumbai) પહોંચ્યો હતો. જ્યાં તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રેડ કાર્પેટ અને ફૂલોના વચ્ચે રહાણે ઘરે પહોંચ્યો હતો. તેના સ્વાગત માટે આવેલા ચાહકો એક ખાસ કેક લઈને આવ્યા હતા, પણ રહાણેએ તેને કાપવાનો ઇનકાર કરી દીધો હતો. તેના ઇનકાર પાછળનું કારણ જાણીને, તમને ખાતરી થઈ જશે કે, રહાણે માટે મેદાનમાં અને તેની બહાર બંને માટે ખેલભાવનાનુ મહત્વ કેટલુ છે.

રહાણેના પડોશીઓએ તેનું સ્વાગત કરવા જોરદાર તૈયારીઓ કરી હતી. ક્વોરન્ટાઇ પહેલાં, ચાહકોએ ઘરની બહાર મનમુકીને ઉજવણી કરી હતી. રહાણે માટે સોસાયટીની અંદર રેડ કાર્પેટ બીછાવવામાં આવી હતી. ચાહકો આ દરમિયાન ‘આલા રે આલા, અજિંક્ય રહાણે આલા’ ના નારા લગાવ્યા હતા. રહાણે જ્યારે કમ્પાઉન્ડમાં પહોંચ્યો ત્યારે એક કેક ત્યા હાજરી હતી. જેના પર કાંગારુ બનાવવામાં આવ્યું હતું, જે ઓસ્ટ્રેલિયાની હાર દર્શાવવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ રહાણે તે ગમ્યું નહીં. તે વિરોધી ટીમનું અપમાન કરવા માંગતો ન હતો. આમ તેણે કેક કાપવાની ના પાડી અને કહ્યું કે તેને વિતરીત કરી દો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રહાણેએ આ પહેલા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચમાં સુકાની પદ નિભાવ્યુ હતુ. અફઘાનિસ્તાનની જે પ્રથમ ટેસ્ટ મેચ હતી. મેચ પૂરી થયા પછી, જ્યારે તમામ ભારતીય ખેલાડીઓની ટ્રોફી સાથે ફોટો પડાવતા હતા. ત્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ ખેલ ભાવના દર્શાવતા, અફઘાન ટીમના ખેલાડીઓને ફોટોમાં જોડાવવા બોલાવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે હરાવવા છતાં, નાથન લિયોનને તેની વિશેષ સિદ્ધી માટે ભેટ આપીને તેનું સન્માન કર્યું હતુ.

Next Article