કન્કશન વિવાદ પર હવે અનિલ કુંબલે પણ બોલ્યા, ફિઝીયોને બોલાવવાનુ કામ અંપાયરનુ છે, નહી કે ઇજાગ્રસ્ત ખેલાડીનુ

|

Dec 06, 2020 | 8:51 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટી20 મેચ દરમીયાન રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. તેના પછી તેના કન્કશનને લઇને વિવાદ શરુ થયો હતો. જાડેજાના બદલે બોલીંગ માટે યુઝવેન્દ્ર ચહલને સબસીટ્યુટ ના રુપે મેદાન પર ઉતાર્યો હતો. ઓસ્ટ્રેલીયાની ટીમ તરફ થી આ વાતને લઇને નારાજગી દર્શાવવામાં આવી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલની […]

કન્કશન વિવાદ પર હવે અનિલ કુંબલે પણ બોલ્યા, ફિઝીયોને બોલાવવાનુ કામ અંપાયરનુ છે, નહી કે ઇજાગ્રસ્ત ખેલાડીનુ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટી20 મેચ દરમીયાન રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. તેના પછી તેના કન્કશનને લઇને વિવાદ શરુ થયો હતો. જાડેજાના બદલે બોલીંગ માટે યુઝવેન્દ્ર ચહલને સબસીટ્યુટ ના રુપે મેદાન પર ઉતાર્યો હતો. ઓસ્ટ્રેલીયાની ટીમ તરફ થી આ વાતને લઇને નારાજગી દર્શાવવામાં આવી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલની સમિતીના ચેરપર્સન અનિલ કુંબલે પણ આ મામલે બોલ્યા છે. તેમણે કહ્યુ હતુ કે ફિલ હ્યુઝ ની સાથે દુખદ ઘટના સર્જાવાના બાદ આ નિયમ બનાવવા માટે મજબૂર થવુ પડ્યુ છે. એક સબસ્ટીયુટ ખેલાડી ને સામેલ કરવો નિયમ લાવવામાં આવ્યો. કારણ કે જ્યારે કોઇના માથામાં ઇજા પહોંચે છે તે કન્કશન એક મોટી ચિજ છે. મને ખ્યાલ છે કે જાડેજાને માંસપેશીમાં ખેંચાણ થયુ છે, જેના પહેલા કે તેના માથા પર ઇજા પહોંચી. જ્યારે પણ અમે આ વાતને કહીએ છીએ કે, તેને માથામાં ઇજા પહોંચી છે, તો તેને રિપ્લેસમન્ટ થી કોઇ લેવા દેવા નથી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

મને નથી લાગતુ કે ફીઝીયોને બોલાવવાનો ફેંસલો એનો નહોતો. એ તો અંપાયરનુ કામ છે, તેમનો નિર્ણય હોય છે કે તે રમતને રોકે અને  ફિઝીયોને મેદાન પર બોલાવે. આમ એટલા માટે નથી થયુ કે જાડેજાએ દોડીને એક રન લીધો હતો અને તેના બાદ પણ રમત જારી રાખી હતી. તે ઠીક હતો. તે જરુરી નથી કે કન્કશન હંમેશા મેદાનમાં જ ઇજા થવા દરમ્યાન જ થઇ શકે. તમે ડ્રેસીંગ રુમમાં પરત ફરો છો અને માથામાં દુખાવો થાય છે કે ચક્કર આવે છે તો ત્યારે પણ ડોક્ટરને બતાવી શકો છો. આવુ પણ આ મામલામાં થયુ હોઇ શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article