ગૃહપ્રધાન અમિત શાહે આ ખેલાડી પાસે બેવડી સદીની આશા વ્યક્ત કરી, ‘મોદી સ્ટેડીયમ’ પર જીત માટે ઈચ્છા દર્શાવી

|

Feb 24, 2021 | 4:56 PM

અમદાવાદના મોટેરામાં આવેલા નવનિર્મિત સ્ટેડીયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) બુધવારે ઈચ્છા દર્શાવી હતી

ગૃહપ્રધાન અમિત શાહે આ ખેલાડી પાસે બેવડી સદીની આશા વ્યક્ત કરી, મોદી સ્ટેડીયમ પર જીત માટે ઈચ્છા દર્શાવી
Amit Shah-Cheteshwar Pujara (File Image)

Follow us on

અમદાવાદના મોટેરામાં આવેલા નવનિર્મિત સ્ટેડીયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) બુધવારે ઈચ્છા દર્શાવી હતી તે ભારતીય ટીમના દમદાર ખેલાડી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium)માં રમાઈ રહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારે. તેમણે આજથી શરુ થયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં બેવડી સદીની આશા સેવી હતી. અમિત શાહે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાઘટન સમારોહ દરમ્યાન આ વાત કહી હતી. જે કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત હતા.

 

મોદી સ્ટેડિયમના ઉદ્ઘઘાટન પ્રસંગ વખતે બોલતા અમિત શાહે કહ્યુ હતુ કે, આ સ્ટેડિયમ જ્વાગલ શ્રીનાથ માટે પણ યાદગાર છે. જે આ મેચમાં રેફરીની ભૂમિકામાં છે. શ્રીનાથે સાઉથ આફ્રિકા સામે મોટેરાના મેદાન પર 6 વિકેટ ઝડપી હતી અને દેશને જીત અપાવી હતી. આ મેદાન પર કપિલ દેવે રિચર્ડ હેડલીની સૌથી વિકેટ ઝડપવાના રેકોર્ડને તોડ્યો હતો. સુનિલ ગવાસ્કરે પણ ટેસ્ટ ક્રિકેટમાં વ્યક્તિગત 10 હજાર રન પુરા કરવાનો વિશ્વ રેકોર્ડ પણ આજ મેદાન પર બનાવ્યો હતો. સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 20 વર્ષને પણ પુર્ણ કર્યા હતા. હું અહીં પુજારાની બેવડી સદીની ઈચ્છા કરુ છુ. જેનાથી ભારતને ઈંગ્લેન્ડ સામે જીત મેળવવામાં મદદ મળે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

જ્યારે પુજારા છેલ્લે ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમ્યા હતા, ત્યારે બેવડી સદી ફટકારી હતી. હવે અમિત શાહે પુજારાને ફરીથી એ જ ઉપલબ્ધી હાંસલ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી પુજારાએ સદી ફટકારી નથી. આમ તે સદી કે બેવડી સદી ફટકારશે તો તે મોટી વાત બની રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં રમાઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પિંક બોલ ટેસ્ટ શરુ થવાના પહેલા જ નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘઘાટન કર્યુ હતુ. જેમાં કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજ્જુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો: IND vs ENG: ઇશાંત શર્માની 100 ટેસ્ટને લઇને રાષ્ટ્રપતિ એ સ્મૃતી ચિન્હ આપ્યુ, અમિત શાહે કેપ આપી

Next Article